ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોએ સતત બીજા દિવસે કર્યો વિરોધ, નાયબ મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા બાદ આક્રોશ

કોરોનાકાળમાં જીવના જોખમે ડ્યૂટી નિભાવતા ઇન્ટર્ન તબીબો સાથે ભેદભાવ ભર્યું વલણથી જામનગરમાં વિરોધ કરવામાં આવ્યો છે. જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે મંગળવારે 150 જેટલા ડોક્ટર એકઠા થયા હતા અને સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું છે.

જામનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોએ સતત બીજા દિવસે કર્યો વિરોધ
જામનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોએ સતત બીજા દિવસે કર્યો વિરોધ

By

Published : Dec 15, 2020, 4:55 PM IST

  • રાજ્યમાં સતત બિજા દિવસે ઈન્ટર્ન તબીબો હડતાળ પર
  • જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે ઈન્ટર્ન તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું
  • નાયબ મુખ્યપ્રધાનની પ્રતિક્રિયા બાદ તબીબોમાં આક્રોશ

જામનગરઃ રાજ્યમાં સોમવારથી ઈન્ટર્ન તબીબો દ્વારા પોતાની માંગને લઈ હડતાળ કરી રહ્યા છે. ત્યારે સોમવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે તબીબોની સ્ટ્રાઇક પર પ્રતિક્રિયા આપી હતી. જે પ્રતિક્રિયા બાદ તબીબીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ ગાંધી ચિધ્યા માર્ગે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે.

જામનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોએ સતત બીજા દિવસે કર્યો વિરોધ

તબીબો પૂરતું વેતન આપવાની કરી રહ્યા છે માંગ

જામનગર સહિત રાજ્યભરમાં મેડિકલ કોલેજ સાથે તેમજ અન્ય શહેરોની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા હજારો ઇન્ટર્ન તબીબો મોંઘવારીના યુગમાં ઓછા વેતનથી કામ કરી રહ્યા છે અને તેઓની પાસે તબીબી ડિગ્રી છે તેમછતાં તબીબી ડીગ્રી ન ધરાવતા વિજ્ઞાનના સ્નાતકોને સરકાર વધુ પગાર આપે છે.

સરકારના વલણથી તબીબોમાં રોષ

આ ડિગ્રી ધરાવતા ડોકટરો સાથે સરકાર ઘોર અન્યાય કરી રહી છે તેમ જામનગરમાં મંગળવારે ETV ભારત સાથે વાત કરતા તબીબોએ જણાવ્યું હતું. તબીબોએ વધુમાં જણાવ્યું કે, સરકાર તેઓની લાગણી અને માગણીની સમસ્યા ઉકેલે. ઉલ્લેખનિય છે કે, જામનગરના 850 જેટલા તબીબો સહિત રાજયભરના તબીબો હડતાળ કરી રહ્યા છે.

જામનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોએ સતત બીજા દિવસે કર્યો વિરોધ

ABOUT THE AUTHOR

...view details