જામનગર-રાજકોટ વચ્ચે ઇન્ટરસિટી તરીકે દોડશે
રાજયમાં ઇન્ટરસિટી ઇ-બસ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય
માર્ચ મહિનાથી શરૂ થશે ઇન્ટરસિટી બસ સેવા
જામનગર:કોરોના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નવા વર્ષની ભેટ અપાશે. ગ્રીન એનર્જી અંતર્ગત ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બનશે. 5 શહેરને 60 ઇ-બસથી કનેક્ટ કરાશે. 224 કરોડના ખર્ચે 10 વર્ષ માટે ઇલેક્ટ્રોનિક બસનો કોન્ટ્રાક્ટ 3 દિવસમાં ફાળવાય તેવી શક્યતા છે.
બેટરી ચાર્જ કરી ચલાવી શકાશે ઇન્ટરસિટી બસ
5 શહેરોમાં ખાનગી કંપની દ્વારા ચાર્જિંગ પોઇન્ટ્સ બનાવાશે. અમદાવાદના એસટીના એન્જિનિયર એ.કે. પરમારે જણાવ્યું કે, માર્ચમાં પ્રાયોગિક ધોરણે એક-એક બસ ચલાવાશે. જૂન સુધી તમામ બસ કાર્યરત થઈ જશે. અત્યાર સુધી અમદાવાદ અને સુરતમાં શહેરની અંદર ઇલેક્ટ્રોનિક બસ કાર્યરત છે, પરંતુ બે શહેરને જોડતી બસનો પ્રથમ પ્રયોગ છે.