જામનગરઃ જામનગરમાં ટૂંક સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પચાયતની ચૂંટણી યોજાવાની છે. છેલ્લા 25 વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં ભગવો લહેરાઈ રહ્યો છે. તો જિલ્લા પચાયતમાં કોંગ્રેસની બોડી છે. જો કે, આગામી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. Etv ભારતે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર દિનેશ પટેલ પાસે આગામી ચૂંટણીમાં કોનું પલડું રહેશે ભારે અને કોણ નવા રોટેશનમાં ફેંકાઈ જશે તે અંગે વાતચીત કરી હતી.
જામનગર મનપાની આગામી ચૂંટણીમાં કેવા હશે રાજકીય સમીકરણો, પૂર્વ મેયરે કરી ETV BHARAT સાથે ખાસ વાતચીત.... - જામનગર મહાનગરપાલિકા
જામનગરમાં ટૂંક સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે Etv ભારતે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર દિનેશ પટેલ પાસે આગામી ચૂંટણીમાં કોનું પલડું રહેશે ભારે અને કોણ નવા રોટેશનમાં ફેંકાઈ જશે તે અંગે વાતચીત કરી હતી. તો ચાલો જાણીએ તેમના સમીકરણો શું છે...
![જામનગર મનપાની આગામી ચૂંટણીમાં કેવા હશે રાજકીય સમીકરણો, પૂર્વ મેયરે કરી ETV BHARAT સાથે ખાસ વાતચીત.... jamnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8896564-thumbnail-3x2-jamnagr.jpg)
jamnagar
જામનગર મહાનગરપાલિકામાં કુલ 16 વોર્ડમાં 64 કોર્પોરેટર ચૂંટણીમાં વિજેતા બને છે. જો કે, ગત ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચેના મુકાબલામાં ભાજપના કોર્પોરેટરોએ બાજી મારી હતી અને સત્તા હાંસલ કરી હતી. પૂર્વમેયર દિનેશ પટેલે જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં પણ ભાજપ 50 જેટલા બેઠકો પર વિજેતા બનશે.
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં કેવા રહેશે રાજકીય સમીકરણો