જામનગરઃ કોરોનાની મહામારીના પગલે સ્વાતંત્ર પર્વની સાદગીથી ઉજવણી કરવામાં આવશે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ સ્વતંત્ર પર્વની તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ એવા 40 તબીબોનું પણ સન્માન કરવામાં આવશે. મહત્વનું છે કે, જામનગરના રહેવાસી અને કેબિનેટ પ્રધાન આર.સી. ફળદુ દ્વારા શનિવારના રોજ સ્વાતંત્ર પર્વના દિવસે ધ્વજવંદન કરવામાં આવશે.
જામનગરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીને આખરી ઓપ, કૃષિપ્રધાન આર.સી.ફળદુના હસ્તે ધ્વજવંદન કરાશે - જિલ્લા પોલીસવડા
જામનગરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેને લઈને જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
![જામનગરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીને આખરી ઓપ, કૃષિપ્રધાન આર.સી.ફળદુના હસ્તે ધ્વજવંદન કરાશે independence-day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8416838-thumbnail-3x2-assd.jpg)
શુક્રવારે સવારે 10:15 વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર રવિશંકર તેમજ પોલીસ વડા શ્વેતા શ્રીમાળીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને સૂચનો આપ્યા હતા. હાલ જે પ્રકારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ તરીકે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ડ્યુટી બજાવતા 40 કોરોના વોરિયર્સનું પણ શનિવારે કૃષિપ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવશે. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજરોજ વરસાદના વિધ્ન વચ્ચે પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.