જામનગરઃ ચીન બાદ ઇટલીમાં કોરોના વાઇરસની ભયંકર અસર જોવા મળી રહી છે. આ જીવલેણ વાઇરસના કારણે વિશ્વના કેટલાક દેશોએ પોતાની ઇન્ટરનેશનલ બોર્ડર બંધ કરી દીધી છે, ત્યારે વિવિધ દેશોની સરકાર પણ પોતાના નાગરિકોને ઇન્ટરનેશનલ પ્રવાસ ટાળવા, ભીડ અને ભરચક વિસ્તારોથી દૂર રહેવા અને તબીબોની ગાઇડલાઇનનું પાલન કરવા નિર્દેશ આપી રહી છે.
જામનગર રેલવે સ્ટેશન પર ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કરવામાં આવ્યો
ચીનથી ફેલાયેલા કોરોના વાઇરસે આખા વિશ્વને હચમચાવી દીધું છે. ચીન બાદ ઇટલીમાં કોરોના વાઇરસની ભયંકર અસર જોવા મળી રહી છે. કોરોના વાઇરસની સાવચેતીના પગલે રેલવે સ્ટેશન પર ભીડ ઓછી કરવા અમદાવાદ મંડળ દ્વારા ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
વિશ્વ સ્વાથ્ય સંગઠન ( WHO ) દ્વારા મહામારી જાહેર કરેલા કોરોના વાયરસના કારણે અત્યારસુધી વૈશ્વિક સ્તરે હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે અને લાખો લોકો આ વાઇરસની ચપેટમાં આવ્યા છે, ત્યારે હવે કોરોના વાઇરસને લઈને રેલવેના મુસાફરો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે.
કોરોના વાઇરસના જોખમને જોતા સાવચેતીના પગલે રેલવે સ્ટેશન પર ભીડ ઓછી કરવા અમદાવાદ મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી, વિરમગામ, મણીનગર પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય ગાંધીધામ, ભુજ, પાલનપુર, મહેસાણા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સામખીયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.