- માત્ર અઢી દિવસમાં જ જામનગર એસટી વિભાગને દસ લાખનો ફાયદો થયો
- જન્માષ્ટમીના તહેવાર પર પણ એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે
- પાંચ ડેપો પરથી વધારાની 194 ટ્રીપ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે
જામનગર- રક્ષાબંધન પર્વ નિમિત્તે જામનગર એસટી ડિવીઝન દ્વારા ચલાવવામાં આવેલી એકસ્ટ્રા ટ્રીપના પરિણામે વિભાગને 3 દિવસમાં વધારાની 3 લાખની આવક થવા પામી છે. આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ એસટી વિભાગ દ્વારા વધારાની ટ્રીપ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો- તૌકતે ચક્રવાતને ધ્યાનમાં રાખીને દાહોદ ST વિભાગ દ્વારા બસો બંધ કરાઈ
રક્ષાબંધનનો તહેવાર જામનગર એસટી વિભાગને ફળ્યો
જામનગરના વિભાગીય નિયામક પી.એમ.પટેલના જણાવ્યા અનુસાર, રક્ષાબંધન પર્વના 3 દિવસ દરમિયાન એસટી વિભાગ દ્વારા વધારાની 41 ટ્રીપો દોડાવવામાં આવી હતી. આ વધારાની ટ્રીપના કારણે એસટીને વધારાની 3 લાખ રૂપિયાની આવક થઇ હતી. જયારે આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જિલ્લાના પાંચ ડેપો પરથી વધારાની 194 ટ્રીપ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.