જામનગરઃ જિલ્લામાં છેલ્લા ચાર મહિનાથી વિધવાઓને સહાય ન મળતાં બુધવારના રોજ ચાંદી બજારમાં આવેલી મેન પોસ્ટ ઓફિસ ખાતે મહિલાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. એક બાજુ લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે તો બીજી બાજુ પોસ્ટ ઓફિસના આ દૃશ્યમાં મહિલાઓની ભીડ જોવા મળી રહી છે. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડી રહ્યાં છે.
વિધવા મહિલાઓને 4 મહિનાથી સહાય ન મળતા પોસ્ટ ઓફિસમાં હોબાળો મચાવ્યો
જામનગરમાં છેલ્લા ચાર મહિનાથી વિધવાઓને સહાય ન મળતાં બુધવારના રોજ ચાંદી બજારમાં આવેલી મેન પોસ્ટ ઓફિસ ખાતે મહિલાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. એક બાજુ લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે તો બીજી બાજુ પોસ્ટ ઓફિસના આ દૃશ્યમાં મહિલાઓની ભીડ જોવા મળી રહી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડી રહ્યાં છે.
જામનગરમાં વિધવા મહિલાઓને સહાય ન મળતા પોસ્ટ ઓફિસમાં હોબાળો મચાવ્યો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર મહિનાથી વિધવા મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે સહાય ન મળી હોવાથી બુધવારના રોજ મોટી સંખ્યામાં મહિલાઓ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે એકઠી થઈ હતી અને મહિલાઓએ તાત્કાલિક તેમને વિધવા સહાય આપવામાં આવે તેવી માગ કરી હતી.