ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય પર ટળ્યું નવા વાઈરસનું સંકટ - મંકીપોક્સ વાયરસનો શંકાસ્પદ દર્દી નેગેટિવ આવ્યો

જામનગરની હોસ્પિટલમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ (Jamnagar monkeypox report negative) આવ્યો હતો. ત્યારે હવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. અહીંની હોસ્પિટલમાં દાખલ દર્દીનો રિપોર્ટ અમદાવાદની લેબોરેટરીમાં (Ahmedabad Laboratory) મોકલવામાં આવ્યો હતો.

રાજ્ય પર ટળ્યું નવા વાઈરસનું સંકટ
રાજ્ય પર ટળ્યું નવા વાઈરસનું સંકટ

By

Published : Aug 5, 2022, 1:28 PM IST

જામનગરઃ પહેલા કોરોના, પછી તેના અલગ અલગ વેરિટન્ટ ને હવે મંકીપોક્સ (A case of suspected monkeypox in Jamnagar) એક પછી એક વાઈરસ લોકોને બીમાર પાડી રહ્યા છે. ત્યારે જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં 29 વર્ષીય યુવકને મંકીપોક્સ વાઈરસ હોવાની શંકાના આધારે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જોકે, આ રિપોર્ટ નેગેટિવ (suspected monkeypox virus patient came negative) આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

આ પણ વાંચો-મંકીપોક્સ વાયરસ શું છે, શું છે તેના લક્ષણો અને તેનાથી બચવા શું કરવું જોઈએ જૂઓ આ અહેવાલ..

શંકાસ્પદ લક્ષણ દેખાતા દર્દીને દાખલ કરાયો હતો - શહેરમાં ગઈકાલે (ગુરુવારે) 29 વર્ષીય યુવકને શંકાસ્પદ મંકીપોક્સના વાઈરસ (A case of suspected monkeypox in Jamnagar) હોવાની શંકા હતી. તેના કારણે તેને ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ડોક્ટરે યુવકના નમૂના લઈ તેને અમદાવાદની લેબોરેટરીમાં (Ahmedabad Laboratory) મોકલ્યા હતા. તેનો મંકીપોક્સનો રિપોર્ટ આજે નેગેટિવ (Jamnagar monkeypox report negative) આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો-Monkeypox: ગુજરાત આરોગ્ય વિભાગ એલર્ટ, કેસ આવશે તો દર્દી માટે અલગ વ્યવસ્થા થશે

અન્ય રાજ્યોના લોકોના સંપર્કમાં આવ્યો હતો દર્દી - ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલના કોરોના નોડલ ઑફિસર ડો. એચ. એસ. ચેટરજીએ જણાવ્યું હતું કે, આ યુવક બહારના રાજ્યના માણસોના સંપર્કમાં આવ્યો હતો અને 2-3 દિવસથી તેમને તાવ આવતો હતો. તેમ જ હાથ અને પગમાં ફોડલા થયા હતા. એટલે તેને આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે, મંકીપોક્સના સામાન્ય લક્ષણ તેમના શરીરમાં દેખાયા હતા. બાદમાં યુવકના લોહીના નમૂના અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં (Ahmedabad Laboratory) આવતા દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details