ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં હોળીના તહેવાર પર વેપારીઓની હાલત કફોડી - Merchants News

કોરોના કાળમાં સૌથી વધુ કફોડી હાલત વેપારીઓની થઈ છે. કારણ કે લોકડાઉન દરમિયાન પણ વેપારીઓ પરેશાન બન્યા હતા અને બાદમાં મંદીના માહોલમાં વેપારીઓ ફરી ધંધામાં જોડાયા હતા.

હોળીના તહેવાર પર વેપારીઓને ધંધામાં નિરાશા
હોળીના તહેવાર પર વેપારીઓને ધંધામાં નિરાશા

By

Published : Mar 29, 2021, 5:42 PM IST

  • હોળીના તહેવાર પર વેપારીઓને ધંધામાં નિરાશા
  • 50 ટકા જેટલો માલનું પણ ન થયું વેચાણ
  • રાજ્ય સરકારના નિર્ણયથી વેપારીઓ મુશ્કેલીમાં

જામનગર: જિલ્લામાં સિઝનેબલ ધંધા સાથે સંકળાયેલા અનેક વેપારીઓ હોળીના તહેવાર પર ધંધો ન થતા પરેશાન બન્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પિચકારી તેમજ કલરનું વેચાણ ખૂબ ઓછું થયું છે. આ વર્ષે પણ વેપારીઓ 50 ટકા પણ ધંધો કરી શક્યા નથી.

આ પણ વાંચો:જામનગરમાં ઘુળેટીનો માહોલ ફિક્કો, લોકોએ કર્યું કોરોના ગાઈડલાઈનનું પાલન

વેપારીઓમાં નારાજગી જોવા મળી

વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, રાજ્ય સરકારે જે પ્રકારે ધુળેટીના પર્વ પર જે જાહેરનામું બહાર પાડ્યું છે તેને લઈ પણ વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. હોળીના તહેવાર પહેલાં એક મહિનો અગાઉ જ વેપારીઓ માલ ખરીદતા હોય છે અને બાદમાં વેચાણ કરતા હોય છે.

રાજ્ય સરકારના નિર્ણયથી વેપારીઓ મુશ્કેલીમાં

આ પણ વાંચો:અરવલ્લીના ગામાડાઓમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી

વેપારીઓને ધંધામાં ભારે નુકસાની

હોળીના તહેવાર પર હોલિકા દહનને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી, તો ધુળેટીના પર્વ પર પૂર્ણ સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે મનાઈ ફરમાવી હતી.

ABOUT THE AUTHOR

...view details