ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત શિક્ષકોએ આપી કસોટી

જામનગર સહિત રાજ્યભરમાં આજે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટાભાગના શિક્ષકોએ આ કસોટી આપી છે, જો કે જામનગરમાં પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપી જણાવ્યું છે કે, તમામ શિક્ષકોએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી આપવી જોઇએ અને સારો પ્રતિસાદ પણ મળ્યો છે. જામનગરમાં 70થી 80 ટકા શિક્ષકોએ કસોટી આપી છે.

જામનગરમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત શિક્ષકોએ આપી કસોટી
જામનગરમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત શિક્ષકોએ આપી કસોટી

By

Published : Aug 24, 2021, 7:21 PM IST

  • સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શિક્ષકો પોતાની નારાજગી દર્શાવી રહ્યા હતા
  • જામનગરમાં મોટાભાગના શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી આપી
  • શિક્ષકોના બે સંઘ વચ્ચે ભારે મતભેદ જોવા મળ્યો હતો

જામનગર- શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમ આજે રાજ્યભરમાં યોજાયો છે, ત્યારે જામનગરમાં પણ મોટાભાગના શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી આપી છે. જો કે, શિક્ષકોના બે સંઘ વચ્ચે ભારે મતભેદ જોવા મળ્યો હતો અને અનેક શિક્ષકો આ કસોટી ન આપવા માટે વિરોધ પણ કરી રહ્યા હતા. ખાસ કરીને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શિક્ષકો પોતાની નારાજગી દર્શાવી રહ્યા હતા.

જામનગરમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત શિક્ષકોએ આપી કસોટી

આ પણ વાંચો-સજ્જતા સર્વેક્ષણ મામલો: શૈક્ષણિક સંઘનો દાવો 90 ટકા શિક્ષકો નહિ આપે પરીક્ષા, પ્રાથમિક શિક્ષક સંઘનો દાવો 1 લાખથી વધુ ટીકીટ કરાઈ ડાઉનલોડ

સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શિક્ષકોએ નારાજગી દર્શાવી હતી

જો કે, જામનગરમાં એક લાખ 25 હજાર શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમમાં ભાગ લીધો છે. અપંગ અને અંધ શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમમાં ભાગ લીધો નથી. બે સંગઠન વચ્ચે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમને લઈ મતભેદ જોવા મળી રહ્યો છે.

જામનગરમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત શિક્ષકોએ આપી કસોટી

આ પણ વાંચો- નવસારીમાં શિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો 60 ટકા શિક્ષકોએ કર્યો વિરોધ

જામનગરમાં મોટા ભાગના શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી આપી

પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ તમામ શિક્ષકોને અપીલ કરી હતી કે, તેઓ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીમાં હાજરી આપી. જો કે, જામનગર સહિત રાજયભરમાં અને શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ પણ કર્યો છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અને માત્ર શિક્ષકો બાળકોને ભણાવવા માટે કેટલા સજ્જ છે તે માટેનું એક સર્વેક્ષણ છે. આ કસોટીથી શિક્ષકોને કોઈ ગુણ આપવામાં આવશે નહીં તેવું રાજ્ય સરકારે પણ જાહેર કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details