- જામનગરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ
- જિલ્લા કલેક્ટર અને અધિક કલેક્ટર બંને અધિકારીએ વેક્સિન મૂકાવી
- વેક્સિનેશન બાદ કોરોનાની વેક્સિન સુરક્ષિત હોવાનો સંદેશ અપાયો વેક્સિનેશન બાદ કોરોનાની વેક્સિન સુરક્ષિત હોવાનો સંદેશ અપાયો
જામનગરઃ જામનગર જિલ્લામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 50 વર્ષથી વધુ વયના નાગરિકોનો કોરોનાની વેક્સિન આપી સુરક્ષિત કરવાની ઝૂંબેશ શરૂ થઈ ગઈ છે. આ વેક્સિનેશન ઝૂૂંબેશને જામનગરના નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જામનગરમાં જિલ્લા કલેક્ટર એસ. રવિશંકર અને અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ પણ કોરોનાની વેક્સિન મુકાવી લોકોને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. આ સાથે જ વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું પણ બંને અધિકારીઓએ જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને વેક્સિન લેવા અનુરોધ કર્યો