જામનગરઃ જામનગરના એક ગામમાં 9 મહિના અગાઉ નરાધમ આરોપીએ 11 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી પીડિતાએ બાળકને જન્મ આપ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આરોપી રાજુ ભરવાડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ કિશોરીએ જન્મ આપેલા બાળક અને આરોપી બન્નેના DNA ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.
જામનગરઃ 11 વર્ષની કિશોરીએ આપ્યો બાળકને જન્મ, દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ - જામનગરમાં દુષ્કર્મ
જામનગરના એક ગામમાં 9 મહિના અગાઉ નરાધમ આરોપીએ 11 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી પીડિતાએ બાળકને જન્મ આપ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આરોપી રાજુ ભરવાડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના એક ગામમાં 9 મહિના અગાઉ ગાયો ચરાવવા આવેલી 11 વર્ષ અને 11 મહિનાની કિશોરી પર આરોપીએ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી બાળકીના માતા-પિતા બાળકીને હોસ્પિટલ સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં બાળકી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જેથી પીડિત બાળકીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપી રાજુ ભરવાડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.