જામનગર: ‘સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન્હાય’ આ કહેવતને જામનગર પંથકના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી છે. કાલાવડ તાલુકાના માછરડા ગામમાં આવેલી પોતાની જમીન કે જે બંજર જેવી લાગતી જમીનમાં પિતા-પૂત્રની જોડીએ ઉપરોકત કહેવતને શબ્દશ સાર્થક કરવા સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીથી વિદેશી ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યુ છે.તેઓની મહેનત પણ રંગ લાવી છે.જમીનમાં 815 ગ્રામ વજન ધરાવતા ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન કર્યુ છે.
પિતા-પુત્રની મહેનત રંગ લાવી
વર્તમાન સમયમાં ખેડૂત ખેતીક્ષેત્રે અવનવા કિમીયાઓ કરી પોતાની જમીનમાં સારી ઉપજથી કમાણીમાં વધારો કરતો થયો છે. ત્યારે જામનગર પંથકના આ ખેડૂત પોતાની આગવી સૂઝબૂઝથી વાવેતરમાં ઓછો ખર્ચ અને બમણું ઉત્પાદન કર્યું છે.જામનગરના પ્રગતીશીલ ખેડૂત પ્રવિણસિંહ ઝાલા અને તેમના પુત્ર ભગીરથસિંહ ઝાલાએ પોતાની કાલાવડ તાલુકાના માછરડા ગામે આવેલી પોતાની 11 વિઘા જેટલી બંજર અને પડતર પડેલી જમીનમાં વગર મહેનત કરી જમીનને ફળદ્રુપ ક્રિતીકા ઓર્ગેનિક ફાર્મના નામે 11 વીઘમાં ડ્રેગન ફ્રુટ સહિત કુલ 28 જાતના અલગ અલગ ફ્રૂટનું વાવેતર કર્યુ છે. જે ગાય આધારીત છે. પિતા-પુત્રની મહેનતને પગલે એક જ વર્ષમાં ડ્રેગન ફ્રુટમાં સિદ્ધી હાંસલ કરી છે. જેમાં તેઓએ બજારમાં મળતા 500થી 600 ગ્રામના ડ્રેગન ફ્રુટ બદલે 815 ગ્રામ જેટલો વજન ધરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી કરી ગુજરાત ભરમાં નામના મેળવી છે.