ગુજરાત

gujarat

ETV Bharat / city

હેપી ટીચર્સ ડે: 1957માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા જામનગરના મહેમાન - જામનગરના મહેમાન

આજે વિશ્વ વિભૂતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. આ દિવસને શિક્ષક દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. વર્ષ 1957માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જામનગરના મહેમાન બન્યા હતા.

1957માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા જામનગરના મહેમાન
1957માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા જામનગરના મહેમાન

By

Published : Sep 5, 2020, 3:45 PM IST

જામનગર: વર્ષ 1957માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના ઉપરાષ્ટ્રપતિ હતા અને એમ.પી.શાહ મેડીકલ કોલેજનું લોકાર્પણ કરવા માટે જામનગર પધાર્યા હતા. જામનગરના ડોક્ટર બીપીન ઝવેરીએ ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, તેઓએ એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં ઈંગ્લિશમાં સ્પીચ આપી હતી. તેમણે જે તે સમયે 15 લાખ રૂપિયાનું ફંડ પણ એમ.પી. શાહ મેડિકલ કોલેજને દાન આપ્યું હતું.

1957માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા જામનગરના મહેમાન

ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના રાષ્ટ્રપતિ પણ બન્યા હતા. જોકે હૃદયથી તેઓ આજીવન શિક્ષક રહ્યા હતા. આજે દેશભરમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે અને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.

1957માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા જામનગરના મહેમાન

ABOUT THE AUTHOR

...view details