ગુજરાત

gujarat

By

Published : Apr 8, 2021, 4:30 PM IST

ETV Bharat / city

જામનગરમાં રાત્રી કરફ્યૂનું ચુસ્તપણે પાલન

કોરોનાનો કહેર ચારેબાજુ વર્તાઈ રહ્યો છે, ત્યારે જામનગરમાં પણ નાઈટ કરફ્યૂનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે નાઈટ કરફ્યૂને લઈને જામનગરવાસીઓનો સંપૂર્ણ સહયોગ જોવા મળી રહ્યો છે.

જામનગરમાં નાઈટ કરફ્યૂનું ચુસ્ત પાલન
જામનગરમાં નાઈટ કરફ્યૂનું ચુસ્ત પાલન

  • જામનગરમાં નાઈટ કરફ્યૂનું ચુસ્ત પાલન
  • પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ શરૂ
  • જામનગરવાસીઓએ નાઈટ કરફ્યૂને આપ્યો સહયોગ

જામનગર: રાજ્ય સરકારે વધતા કોરોનાના કેસને લઇને 20 મોટા શહેરોમાં નાઈટ કરફ્યૂનું એલાન કર્યું છે. જામનગરમાં પણ છેલ્લા 5 દિવસથી રોજ 100 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જોકે 7 એપ્રિલના રોજ રેકોર્ડ બ્રેક 202 કોરોના પોઝિટિવ સમગ્ર જિલ્લામાં નોંધાયા છે.

પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ શરૂ

આ પણ વાંચો:પાટણમાં પ્રથમ દિવસે કરફ્યૂનો અમલ

પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

રાત્રે 8 વાગતા જ પોલીસ દ્વારા શહેરના તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને છેલ્લી મિનિટોમાં લોકોની ભારે દોડધામ જોવા મળી રહી હતી. જોકે બાદમાં પોલીસે નીકળતા વાહનચાલકોને અટકાવ્યા હતા.

આ પણ વાંચો:રાજ્યમાં વધાતા સંક્રમણને લઇને રાત્રી કર્ફ્યૂનાં સમયમાં કરાયો વધારો

નાઈટ કરફ્યૂ હોવાથી લોકો સમયસર ઘરે પહોંચ્યા

નાઈટ કરફ્યૂના પ્રથમ દિવસે જામનગરવાસીઓએ પણ પોલીસને પૂરતો સહયોગ આપ્યો છે અને અમુક ગણ્યાં-ગાંઠયા લોકો સિવાય મોટાભાગના લોકો સમયસર ઘરે પહોંચી ગયા હતા. જામનગર શહેરમાં સાત રસ્તા, ગુરુદ્વાર ચોકડી, હોસ્પિટલ ચોક સહિતના મુખ્ય ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details