ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં IMAના ડૉકટર્સ આયુર્વેદિક સર્જરીના વિરોધમાં હડતાલમાં જોડાયાં, ઇમરજન્સી સેવા રખાઈ ચાલુ - Jamnagar

જામનગરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ 12 કલાકની હડતાલમાં જોડાયા છે. સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તમામ એલોપથી હોસ્પિટલો બંધ રાખવામાં આવી છે અને ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.

જામનગરમાં IMAના ડૉકટર્સ આયુર્વેદિક સર્જરીના વિરોધમાં હડતાલમાં જોડાયાં, ઇમરજન્સી સેવા રખાઈ ચાલુ
જામનગરમાં IMAના ડૉકટર્સ આયુર્વેદિક સર્જરીના વિરોધમાં હડતાલમાં જોડાયાં, ઇમરજન્સી સેવા રખાઈ ચાલુ

By

Published : Dec 11, 2020, 3:27 PM IST

Updated : Dec 11, 2020, 4:17 PM IST

  • આજે દેશભરમાં એલોપેથી ડૉક્ટરોની હડતાલ
  • 12 કલાકની હડતાલમાં જોડાયાં જામનગરના ડૉક્ટરો
  • આયુર્વેદિક ડૉક્ટર્સને સર્જરીની છૂટ અપાયાનો વિરોધ

જામનગરઃ જામનગરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ 12 કલાકની હડતાલમાં જોડાયાં છે. સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તમામ એલોપથી હોસ્પિટલો બંધ રાખવામાં આવી છે. જો કેે, ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. જામનગરમાં એલોપથીના ડૉક્ટર્સ દ્વારા આયુર્વેદ તબીબોને સર્જરીની મંજૂરીનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

આયુર્વેદિક ડૉક્ટર્સને સર્જરીની છૂટ અપાયાંનો વિરોધ

શહેરની 100 હોસ્પિટલો બંધ

જામનગરમાં આજે શુક્રવારે 100થી વધુ એલોપથીની હોસ્પિટલો બંધ રાખવામાં આવી છે અને હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. જેના કારણે દર્દીઓને કોઈ હાલાકી ન ભોગવવી પડે. જામનગર શહેરમાંથી ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 550 જેટલા ડૉક્ટર હડતાલમાં જોડાયાં છે. આયુર્વેદના તબીબોને સર્જરીની મંજૂરી આપવામાં આવતાં ડૉક્ટર્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હડતાલનું એલાન કર્યું છે. જો આગામી સમયમાં કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ એલોપથીના ડોક્ટર્સ ઉચ્ચારી રહ્યા છે.

Last Updated : Dec 11, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details