ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં કોરોના બેકાબૂઃ છેલ્લા 48 કલાકમાં 35 કોવિડના દર્દીઓએ દમ તોડ્યો - કોરોના મહામારી

જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શનિવાર અને રવિવારના દિવસ દરમિયાન જામનગરની હૉસ્પિટલમાં વધુ 35 દર્દીઓના મૃત્યુથી અરેરાટી ફેલાઈ ગઈ છે. જો કે, કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નહિવત ઘટાડો નોંધાયો છે.

jamnagar corona update
જામનગરમાં છેલ્લા 48 કલાકમાં 35 કોવિડના દર્દીઓએ દમ તોડ્યો

By

Published : Sep 28, 2020, 6:15 PM IST

જામનગરઃ કોરોના કેસની વાત કરીએ તો, શહેરમાં શનિવારે 89 પોઝિટિવ કેસ અને રવિવારે 73 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લાના ગ્રામ્યમાં 21 અને 18 મળી કુલ 201 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે-સાથે દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન 175 દર્દીઓની રજા આપવામાં આવી છે તેમજ જામનગર જિલ્લામાં 1,52,000 લોકોનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે.

જામનગરમાં છેલ્લા 48 કલાકમાં 35 કોવિડના દર્દીઓએ દમ તોડ્યો
ઉપરાંત જી.જી.હૉસ્પિટલના ચોપડે 255 કેસ છે. સરકારી ચોપડે જામનગર જિલ્લામાં 33 કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. જ્યારે જિલ્લામાં મૃત્યુનો આંકડો 405 પહોંચ્યો હોવાનું બહાર આવ્યું છે.જામનગરની જી.જી.હૉસ્પિટલમાં શનિવાર બપોરથી સોમવાર સાંજ સુધીમાં 35 જેટલા કોવિડના દર્દીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. તો હજુ પણ અનેક દર્દીઓ જીવન-મરણ વચ્ચેના જોલા ખાઇ રહ્યા છે...

ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં બે દિવસમાં કોરોના સંક્રમિતનો આંકડો ઘટ્યો છે પણ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા આંકડા જાહેર કરવામાં આવે છે તેમાં પણ સાચા આંકડા દેખાડવામાં ન આવતો હોવાની પણ અનેક ફરિયાદો થઈ છે.

ABOUT THE AUTHOR

...view details