ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાળી પર કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી, ડાયાબિટીસના દર્દીઓએ કોરોનાકાળમાં રહેવું પડશે સાવધાન - મીઠાઇના સ્વાદ સાથે આરોગ્યની સંભાળ

દિવાળીના તહેવારની લોકો ઉત્સાહ અને ઉમંગથી દિવાળીની ઉજવણી કરતા હોય છે. જોકે ક્યારેક ઉજવણીના માહોલમાં આરોગ્યનું ધ્યાન રાખવાનું લોકો ભૂલી જતા હોય છે. શરીર સ્વસ્થ હશે તો જીવન ઉત્સાહ અને ઉમંગથી જીવી શકાય છે. દિવાળીમાં જામનગરવાસીઓ કેવી રીતે રાખે છે આરોગ્યનું ધ્યાન તે જાણવા ઈટીવી ભારતે પ્રયાસ કર્યો હતો.

દિવાળી પર કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી, ડાયાબિટીસના દર્દીઓ કોરોનાકાળમાં રહેવું પડશે સાવધાન
દિવાળી પર કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી, ડાયાબિટીસના દર્દીઓ કોરોનાકાળમાં રહેવું પડશે સાવધાન

By

Published : Nov 14, 2020, 4:51 PM IST

  • દિવાળી પર તમે કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી
  • ડાયાબિટીસના દર્દીઓ માટે કોરોના ઘાતક સાબિત થઈ શકે છે
  • ગત વર્ષની સરખામણીએ બજારમાં મીઠાઈનો ભાવ 10 ટકા વધુ

જામનગરઃ દિવાળીના તહેવારમાં મીઠાઈ દરેક ઘરમાં હોય છે અને સ્વાદના શોખીનો તહેવારમાં મીઠાઈ ખાવા ચુકતા નથી. જો કે મીઠાઈની આડમાં લોકો અનેક બીમારીઓને પણ આમંત્રણ આપતા હોય છે.

દિવાળી પર કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી, ડાયાબિટીસના દર્દીઓ કોરોનાકાળમાં રહેવું પડશે સાવધાન

ત્યારે દિવાળીના તહેવારમાં લોકોએ આરોગ્યની કેવી રીતે કાળજી રાખવી તે વિશે ડોકટર દુધાગરા પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે. એક બાજુ કોરોનાકાળ ચાલી રહ્યો છે તો બીજી બાજુ તહેવાર પર લોકો ઉત્સાહ ઉમગમાં આરોગ્યનું ધ્યાન રાખવા માટે થોડી સાવધાની જરૂરી છે.

દિવાળી પર કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી, ડાયાબિટીસના દર્દીઓ કોરોનાકાળમાં રહેવું પડશે સાવધાન

કોરોના વાઈરસ ડાયાબિટીસના દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ શકે

હાલ તહેવારમાં મીઠાઈનો ભાવ પણ ગત વર્ષની સરખામણીએ 10 ટકા જેટલો વધુ છે, પણ લોકો હોંશે હોંશે મીઠાઈની ખરીદી કરી રહ્યા છે. તો ડાયાબિટીસના દર્દીઓ દિવાળીના તહેવારમાં મીઠાઈ ખાવાનું ઓછું રાખવું જોઈએ અને કોરોના વાઈરસ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે ડાયાબિટીસના દર્દીઓએ વધુ સાવધાન દિવાળીના તહેવાર પર રહેવું જોઈએ.

દિવાળી પર કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી

ABOUT THE AUTHOR

...view details