- તમામ સમાજની વાડીઓ દર્દીઓના સગાઓ માટે ખુલ્લી મુકવામાં આવી
- હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે
- દર્દીઓના સગાઓને રહેવા જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે
જામનગરઃ શહેરમાં આવેલી તમામ સમાજની વાડીઓ કોરોનાના દર્દીઓના સગા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. તમામ સમાજમાં જમવા તેમ જ રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી આવેલા દર્દીઓના સગાને કોઈ અગવડ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃમુખ્યપ્રધાને દર્દીઓના સગાઓને હિંમત આપતા કહ્યું- રાજ્ય સરકાર હંમેશા દર્દીઓની પડખે ઉભી છે