- મસીતીયા ગામમાં અશ્વ દોડ સ્પર્ધાનું કરાયું આયોજન
- દર વર્ષે ધૂળેટીના દિવસે યોજાઈ છે અશ્વ દોડ સ્પર્ધા
- વિજેતાઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં
જામનગરઃ જિલ્લાના મસીતીયા ગામમાં દર વર્ષે ધૂળેટીના દિવસે અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અશ્વ દોડ અને બળદગાડા દોડની સ્પર્ધા યોજાઈ છે. જેમાં વિજેતાઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
જામનગરના મસીતીયા ગામમાં અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ આ પણ વાંચોઃ બનાસકાંઠાના મુડેઠા ખાતે દરબારો દ્વારા પરંપરાગત અશ્વ દોડ યોજાઈ
વિજેતા ઘોડેસવારને લાલ કલરની પાઘડી ભેટ અપાઈ
અશ્વ દોડ અને બળદગાડા દોડ સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકો પોતાના અશ્વોને અને બળદગાડા લઈને મસીતીયા ગામમાં આવે છે. ધુળેટીના રોજ બપોરે આ સ્પર્ધા શરૂ થઈ હતી. આ વર્ષે અશ્વ દોડ સ્પર્ધામાં મસીતીયા ગામના રોશન ખફીનો અશ્વ પ્રથમ નંબરે વિજેતા થયો છે. વિજેતા ઘોડેસવારને મસીતીયા ગામના આગેવાનો દ્વારા ભેટમાં લાલ કલરની પાઘડી આપવામાં આવી છે. આ લાલ કલરની પાઘડીનું અનોખુ મહત્વ છે. જોકે, આ વર્ષે કોરોના મહામારી હોવાના કારણે ગત વર્ષની સરખામણીએ સ્પર્ધકો ઓછા હતા.
જામનગરના મસીતીયા ગામમાં અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ