જામનગરઃ અત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ નથુરામ ગોડસેને હીરો તરીકે ચીતરતા મુઠ્ઠીભર લોકો ચર્ચામાં છે, જેનાથી સોશિયલ મીડિયામાં છવાયેલી ગરમાગરમી વચ્ચે ગાંધીના ગુજરાતનાજામનગરમાં ગોડસેના પૂતળા (Godse statue in Jamnagar) બાદ હવે 'ગોડસે ગાથા' (Godse Gatha In Jamnagar) સાથે હિંદુ સેનાએ નવા વર્ષનો આરંભ કરી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. હિંદુ સેના (Hindu Sena In Jamnagar)એ દેશમાં પ્રથમ વખત જામનગર શહેરમાં ગોડસે ગાથા રજૂ કરીને નવા વર્ષની પ્રવૃત્તિનો આરંભ કર્યો છે.
હિંદુ સેનાએ ફરી શાંત જળમાં પથ્થર ફેંક્યો
કૃષ્ણનગર વિસ્તારમાં ગોડસે ગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુ સેના દ્વારા ગોડસેએ સજા અગાઉ અદાલતમાં આપેલું અંતિમ સ્ટેટમેન્ટનું (last statement of nathuram godse) વાંચન કરવામાં આવ્યું હતું. આ સાથે સંસ્થા દ્વારા ગામડાઓ અને અન્ય જિલ્લાઓ સુધી ગોડસે ગાથા પહોંચાડવા સંકલ્પ લેવાયો હતો. કૃષ્ણનગર વિસ્તારમાં ગોડસે ગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુ સેનાના ગુજરાતના અધ્યક્ષ (Gujarat President of Hindu Sena) પ્રતીકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, "ભારતવર્ષમાં પ્રથમ વખત ગુજરાતના જામનગરમાં હિંદુ સેનાએ અનેક બાધાઓ પાર કરીને ગોડસે ગાથાની શરુઆત કરી છે, જેમાં નીડર ક્રાંતિકારી યુવાનો જોડાયા હતા. જામનગરમાં ભાવેશભાઈ ઠુમ્મરના ઘરેથી ગોડસે ગાથા શરુ કરીને અલગ-અલગ વિસ્તારો, ગામડાઓ, જિલ્લાઓ સુધી ગોડસે ગાથા (Godse gatha in gujarat) પહોંચાડવાનો સંકલ્પ હિંદુ સેનાએ લીધો હતો.
આ પણ વાંચો:Jamnagar Jayesh Patel Case: કુખ્યાત ખંડણીખોર જયેશ પટેલ સામે પોલીસે 2,000 પેજની પૂરવણી ચાર્જશીટ રજૂ કરી
ગોડસેએ અદાલતમાં આપેલું છેલ્લું સ્ટેટમેન્ટ ગોડસે ગાથામાં જાહેર કરાયું
આ કાર્યક્રમમાં સંસ્થાના સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલ, શહેર પ્રમુખ દીપક પિલ્લે સહિતના યુવાનો જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ગોડસેએ તારીખ 8 નવેમ્બર 1949ના રોજ અદાલતમાં આપેલું છેલ્લું સ્ટેટમેન્ટ ગોડસે ગાથામાં જાહેર કરાયું હતું. અગાઉ હિંદુ સેનાએ ગોડસેની પ્રતિમા મોર્કન્ડામાં મૂકી હતી.
કોંગ્રેસના આગેવાનોએ ગોડસેની પ્રતિમા તોડી પાડી હતી
ગોડસેએ તારીખ 8 નવેમ્બર 1949ના રોજ અદાલતમાં આપેલું છેલ્લું સ્ટેટમેન્ટ ગોડસે ગાથામાં જાહેર કરાયું હતું. ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસે (gandhi's assassin nathuram godse)ની પ્રતિમાનું હિંદુ સેનાદ્વારા જામનગર શહેરના કાલાવડ નાકા (kalavad naka jamnagar) બહાર મોરકંડા રોડ પર આવેલા સંપતબાપુના આશ્રમ (sampat bapu ashram jamnagar)ની જગ્યામાં તારીખ 15 નવેમ્બરના રોજ પ્રસ્થાપિત કરતા કોંગ્રેસના શહેર પ્રમુખ દીગુભા જાડેજા અને કોંગ્રેસી કોર્પોરેટર ધવલ નંદાએ નથુરામ ગોડસેની પ્રતિમાને પથ્થરો મારીને ખંડિત કરીને તોડી પાડી હતી. આ મામલે સંસ્થા અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા સામસામી લાગણી દૂભાવવાની અને ધાર્મિક લાગણી દૂભાવવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંન્ને પક્ષે ધરપકડો કરી હતી.
આ પણ વાંચો:Advocate Kirit Joshi Murder Case: કિરીટ જોશી હત્યા કેસના આરોપીના જામીન રદ કરતી જામનગર કોર્ટ