ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરની કૉવિડ હૉસ્પિટલમાં હેલ્પ ડેસ્ક શરૂ, દર્દી અને સંબંધીઓ વીડિયો કોલથી કરી શકશે વાતચીત - કોવિડ હોસ્પિટલ

જામનગર કૉવિડ હૉસ્પિટલમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓના સગા સંબંધીઓ દર્દી સાથે વીડિયો કોલના માધ્યમથી વાતચીત કરી શકે છે.

jamnagar
jamnagar

By

Published : Sep 23, 2020, 4:39 PM IST

જામનગરઃ જામનગરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. રોજ આશરે 100થી 150 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ છે. ત્યારે જામનગરની કોવિડ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ કેવી છે તેવા સવાલો દર્દીના સગા વ્હાલાઓ સતત પૂછતા હોય છે. જો કે, જે દર્દી કોવિડ હૉસ્પિટલમાં દાખલ છે તેમની સાથે કોઈપણ જાતનું કોમ્યુનિકેશન ન થતાં સગા વ્હાલાંઓ પણ ચિંતિત બનતા હોય છે.

આ સ્થિતિમાં જામનગર જી.જી.હૉસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી કોઈ હોસ્પિટલમાં દાખલ દર્દી તેના સગા સંબંધીઓ સાથે વીડિયો કોલિંગના મારફતે કોમ્યુનિકેશન કરી શકે.

કોવિડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક શરૂ

કોવિડ હોસ્પિટલમાં શરૂ કરાયેલા હેલ્પ ડેસ્કમાં 20 લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. 24 કલાક હેલ્પ ડેસ્ક કાર્યરત હોય છે. દિવસમાં બે વખત દર્દી અને સગા વચ્ચે વીડિયો કોલિંગથી વાતચીત થઈ શકે છે. દર્દીઓની સાથે વાતચીત કર્યા બાદ કેટલાક સગા સંબંધીઓએ Etv Bharat સાથે વાતચીત કરતાં હોસ્પિટલની આ સુવિધાને લીધે તેઓએ ખૂબ ખુશ હોવાનું જણાવ્યું હતું.

તમને જણાવી દઇએ કે, કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું કોમ્યુનિકેશન કરવામાં આવતું ન હતું. જેના કારણે દર્દીઓ અને સગા સંબંધીઓ બન્ને સતત ચિંતામાં રહેતા હતા. ખાસ કરીને દર્દીઓને કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો પણ મળતી ન હતી. કારણે કે, કૉવિડ વોર્ડમાં ડોક્ટર અને નર્સ સિવાય બીજા કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી. હવે હેલ્પ ડેસ્કના માધ્યમથી દર્દીઓ પોતાના સ્વજનો સાથે વાતચીત કરી શકે અને પોતાને કોઈ વસ્તુ જોઈતી હોય તો પણ મગાવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details