- જામનગરના બે તાલુકામાં ધોધમાર વરસાદ
- બે કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો
- ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ
જામનગર: જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. કાલાવડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના મૂંળીલા, નપાણીયા ખીજડીયા, બાલાભડી, રીનારી, ફગાસ સહિત અનેક ગામોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો હતો.
વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં સતત 2 કલાકથી વધુ સમય સુધી વરસાદ વરસ્યો હતો. જામનગરના બે તાલુકામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડયો છે. ભારે વરસાદને પગલે જિલ્લાના નાના-મોટા તમામ ચેકડેમ ભરાયા છે. ખેડૂતોએ વાવેલા પાકમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેતરમાં ઉભા પાક પર વરસાદ કાચા સોના બરાબર વરલી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.