ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવ્યો - સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ

જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં ખાબકેલા કમોસમી વરસાદે જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવ્યો છે. જામનગર જિલ્લાના ત્રણ તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે.

જામનગર
જામનગર

By

Published : Oct 19, 2020, 9:39 AM IST

  • જામનગર જિલ્લામાં હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરી
  • મોસમી વરસાદે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવ્યો
  • જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં ખાબકયો કમોસમી વરસાદ

જામનગર: જિલ્લાના જામનગર, કાલાવડ અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ કમોસમી વરસાદના કારણે ખરીફ પાકમાં ખાસ કરીને મગફળીના પાકનો મોઢે સુધી આવેલ કોળીયો છીનવાયો છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી

હવામાન ખાતે આગામી ચાર દિવસ સુધી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ સહીત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.તેમજ સૌરાષ્ટ્રના સાગર કાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી કરી છે.

જામનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી

ખેડૂતોને નુકસાન

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે જગતના તાત ગણાતાં ખેડૂતોને નુકસાન થયુ છે. કાલાવડ અને જામનગર તાલુકાના તેમજ લાલપુર અને જામજોધપુર અમુક ગામડાઓમાં તો ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે અનેક ગામડાઓમાં ખેતરમાં ઉપાડી લીધેલા અને પાથરે પડેલી મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details