- જામનગર પંથકમાં ગ્રામ્યકક્ષાએ વધી રહ્યા છે કોરોનાના કેસ
- નાઘેડી આરોગ્ય કેન્દ્ર પર આરોગ્ય કર્મચારીઓ ફરકતા નથી
- સરકારનું મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પોકળ સાબિત થયું
જામનગર: કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે, લોકો તાવ, ઉધરસ કે સામાન્ય કોરોનાના લક્ષણ દેખાઈ તો સીધા જ ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પર જતાં હોય છે. જોકે, જામનગર જિલ્લાના મોટા ભાગના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો કોરોનાની તકેદારી રાખે તે માટે સૂચનો આપવામાં આવે છે. પરંતુ, જમીની હકકિત કાંઈક અલગ જ છે. ત્યારે, અમુક ગામડાઓમાં આરોગ્ય કેન્દ્રો આવેલા છે પણ આરોગ્ય કર્મચારીઓ જ ગામમાં ફરકતા નથી.
જામનગરમાં કોરોના વચ્ચે પણ નાઘેડી ગામે આરોગ્ય કેન્દ્રમાં અલીગઢી તાળુ આ પણ વાંચો:જામનગરમાં મ્યૂકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરાયું
નાઘેડી ગામમાં એક પણ આરોગ્ય કર્મચારી હાજર નથી
જામનગરથી 10 કિલોમીટર દૂર આવેલા નાઘેડી ગામમાં પણ આવી સ્થિતિ છે. અહીં ગ્રામ પંચાયત પર આરોગ્યના કર્મચારીઓ આવતા હોવાની વાત વચ્ચે ETV Bharat ની ટિમ ગામમાં પહોંચી તો અહીં એક પણ આરોગ્ય કર્મચારી હાજર જોવા મળ્યો નથી. ગ્રામ્ય પંચાયતમાં પણ અલીગઢી તાળા લાગ્યા છે. આ ઉપરાંત, કોઈ જવાબદાર વ્યક્તી જ ગામમાં હાજર નથી. એક બાજુ રાજ્ય સરકાર મારુ ગામ કોરોના મુક્ત ગામના ફણગા ફૂંકે છે. તો બીજી બાજુ, જામનગર જિલ્લામાં ગામડાઓમાં આરોગ્ય કેન્દ્રો જ નથી અથવા આરોગ્ય કેન્દ્રો છે તો ત્યાં આરોગ્ય કર્મીઓ જોવા મળતા નથી.
આ પણ વાંચો:જામનગરમાં કોંગ્રેસનો વિરોધ...ધારાસભ્યોની આરોગ્યની ગ્રાન્ટ પણ કોરોનાકાળમાં સરકાર આપતી નથી
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો
નાઘેડી ગામનાં સરપચનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે હોસ્પિટલના કામથી બહાર હોવાનું જણાવ્યું હતું. જોકે, જામનગર તાલુકાના 102 ગામોમાં સ્વેચ્છિક લોકડાઉન પાડવામાં આવી રહ્યું છે. છતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે.