- જામનગરમાં ફરી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
- તહેવાર અને જાહેર રજાના પગલે ત્રણ દિવસ ખરીદી પ્રક્રિયા બંધ રખાઈ હતી
- હાપા માર્કેટયાર્ડની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત
જામનગરઃ જિલ્લામાં ચાલુ વર્ષે 60 હજારથી પણ વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. ત્યારે હાલ તહેવારો અને જાહેર રજાઓના પગલે ત્રણ દિવસ માટે તંત્ર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી.
હાપા માર્કેટયાર્ડની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ફરીથી ખરીદી પ્રક્રિયા શરૂ
જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સોમવારથી ફરીથી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે ચાલતી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયાની મુલાકાતે જિલ્લા કલેકટર રવિ શંકર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.
કલેક્ટરે ખેડૂતો સાથે વાતચીત કરી
જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે વાતચીત કરી ખરીદી પ્રક્રિયા અંગેના અહેવાલો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમજ હજુ પણ વધુ સારી રીતે ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા થઇ શકે તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેમ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
હાપા માર્કેટયાર્ડની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત