ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં વચેટીયા મારફતે રૂ. 40 હજારની લાંચ લેતો હળવદનો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો - Bribe

જામનગરમાં વચેટીયા મારફતે રૂ.40 હજારની લાંચ લેતાં હળવદના હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયાં હતાં. દારૂના કેસમાં પતાવટ માટે રૂપિયા 70,000ની માગણી કરવામાં આવતાં અરજદારોએ જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં છટકું ગોઠવવામાં આવતાં હળવદના હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયાં હતાં.

જામનગરમાં વચેટીયા મારફતે રૂ.40 હજારની લાંચ લેતા હળવદના હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
જામનગરમાં વચેટીયા મારફતે રૂ.40 હજારની લાંચ લેતા હળવદના હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

By

Published : Oct 13, 2020, 8:48 PM IST

જામનગરઃ જામનગરમાં હળવદના પોલીસ કર્મચારીએ દારૂના કેસમાં રુપિયા 70 હજારની માંગણી કરી હતી. જો કે, અરજદારોએ જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો અને પોલીસકર્મી અને અરજદાર વચ્ચે પૈસાને લઈ રકઝક થઇ હતી. બાદમાં વચેટીયા મારફતે રૂ.40 હજારમાં લાંચ લેવાનું નક્કી થયું હતું. જામનગરમાં ગોકુલનગરમાં રહેતાં ભરતભાઇ ચૌહાણ ઉર્ફે ચોટલીએ હળવદના કોન્સ્ટેબલ માટે રૂપિયા 40 હજારની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાઇ ગયાં છે.

લાંચની માગણી થતાં અરજદારોએ જામનગર એલસીબીનો સંપર્ક કર્યો હતો
એસીબીએ આરોપીની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી છે. તેમજ આરોપી પોલીસ કર્મી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદના હેડ કોસ્ટેબલ પ્રવીણભાઈ પટેલે દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસે રૂપિયા 70 હજારની લાંચ માગી હતી.

ABOUT THE AUTHOR

...view details