ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ 50 બેથક જીતશેઃ હકુભા જાડેજા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નામાંકન ભરવાનો કાલે શનિવારે છેલ્લો દિવસ હતો, ત્યારે ભાજપના મોટાભાગના ઉમેદવારોએ પોતાનાં ફોર્મ સબમિટ કરાવ્યાં હતાં. ત્યારબાદ અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયા તેમણે કોર્પોરેશનની ચૂંટણીમાં 50 બેઠક જીતવાની આશા વ્યક્ત કરી હતી.

ETV BHARAT
જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ 50 બેથક જીતશે

By

Published : Feb 7, 2021, 7:17 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ
  • અન્ન અને પુરવઠા પ્રધાને કરી ETV BHARAT સાથે વાતચીત
  • 50 બેઠકો ભાજપને મળશેઃ હકુભા જાડેજા

જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નામાંકન ભરવાનો કાલે શનિવારે છેલ્લો દિવસ હતો, ત્યારે ભાજપના મોટાભાગના ઉમેદવારોએ પોતાનાં ફોર્મ સબમિટ કરાવ્યાં હતાં. ત્યારબાદ અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયા તેમણે કોર્પોરેશનની ચૂંટણીમાં 50 બેઠક જીતવાની આશા વ્યક્ત કરી હતી.

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ 50 બેથક જીતશે

જામનગરમાં યુવા ઉમેદવારોનો ક્રેઝ

જામનગર કોર્પોરેશનમાં ગત ૨૫ વર્ષથી ભાજપનો દબદબો છે અને આ વખતે પણ કોર્પોરેશનમાં ફરીથી ભગવો લહેરાય તેવી આશા અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સેવી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં જામનગરમાંથી યુવા ઉમેદવાર મોટા પ્રમાણમાં આવ્યા છે.

ગત ચૂંટણીમાં 64માંથી 38 બેઠકો ભાજપને મળી હતી

ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને 64 માંથી 38 બેઠકો મળી હતી. જો કે, આ વખતે યુવા ઉમેદવારો મેદાનમાં ઉતરતા લોકોમાં BJPનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગત ટર્મ કરતાં આ ટર્મમાં ભાજપની બેઠકો વધી શકે છે.

ABOUT THE AUTHOR

...view details