- જામનગરમાં પોલીસે ગુજરી બજાર કરાવી બંધ
- સાધના કોલોનીમાં ભરાતી ગુજરી બજાર બંધ કરાવી
- સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો હતો અભાવ
જામનગરઃ શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસ દ્વારા ગુજરી બજાર બંધ કરવામાં આવી છે. કારણ કે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો હતો.
પોલીસે ગુજરી બજાર કરાવી બંધ વહીવટી તંત્ર દ્વારા શહેરની તમામ ગુજરી બજારો બંધ કરવામાં આવશે જામનગરમાં દર રવિવારે ગાંધીનગર ખાતે ગુજરી બજાર ભરાય છે. તેમજ શનિવારે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગુજરી બજાર ભરાય છેે. બુધવારના રોજ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ગુજરી બજાર ભરાઈ હતી, જ્યા મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી, જેથી પોલીસે ત્યા પહોંચી અને તાત્કાલિક ગુજરી બજાર બંધ કરાવી છે. ગુજરી બજારમાં માસ્ક પહેર્યા વિના પણ મહિલાઓ ખરીદી કરવા માટે ઉમટી છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા શહેરની તમામ ગુજરી બજારો બંધ કરવામાં આવશે.
જામનગરના સાધના કોલોનીમાં પોલીસે ગુજરી બજાર કરાવી બંધ