ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Election 2022: જામનગરમાં ભાજપના ભીંતચિત્રની બાજુમાં એવું તે શું લખાયું જેનાથી ભાજપ વિફર્યું? - ચૂંટણીમાં મોંઘવારી બનશે મુદ્દો

જામનગરમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) પહેલા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પેઈન્ટિંગ વોર શરૂ (BJP Congress Painting War in Jamnagar) થઈ ગયું છે. કોંગ્રેસે આ વખતે ભાજપને હંફાવવા માટે કમળ અને ગેસના બાટલાને હથિયાર બનાવ્યું છે.

Gujarat Election 2022: જામનગરમાં ભાજપના ભીંતચિત્રની બાજુમાં એવું તે શું લખાયું જેનાથી ભાજપ વિફર્યું?
Gujarat Election 2022: જામનગરમાં ભાજપના ભીંતચિત્રની બાજુમાં એવું તે શું લખાયું જેનાથી ભાજપ વિફર્યું?

By

Published : Apr 23, 2022, 2:27 PM IST

જામનગરઃ આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) આવી રહી છે. ત્યારે ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. તેવામાં જામનગરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે પેઈન્ટિંગ વોર શરૂ (BJP Congress Painting War in Jamnagar) થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મોંઘવારી અને કમળના સિમ્બોલને લઈ પેન્ટિંગ વોર શરૂ થયું છે. જોકે, રાજ્ય માં મોંઘવારીએ માઝા મૂકી છે. કારણ કે, રસોઈથી લઈ સ્મશાન સુધીની વસ્તુઓને મોંઘવારી (Inflation Issue in Election) લોકોને નડી રહી છે. દેશમાં, પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ અને CNG ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો ઝિંકાયો છે.

મોંઘવારીને કાબૂમાં રાખવા ભાજપ નિષ્ફળ નિવડીઃ કોંગ્રેસ

ચૂંટણીમાં મોંઘવારી બનશે મુદ્દો -આ વર્ષે ચૂંટણીમાં (Gujarat Election 2022) મોંઘવારીનો મુદ્દો મહત્ત્વનો બને તેવી શક્યતા છે. જોકે, ભાજપ પોતાના સિમ્બોલ કમળ પર રાજનીતિ કરી રહ્યું છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે દિવાલ પર ભાજપે કમળના ચિત્ર દોર્યા છે. જ્યારે તેની બાજુમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેસના બાટલાના ભાવ લખ્યા છે. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. કોંગ્રેસના રાજમાં ગેસના બાટલાના ભાવ કેટલા હતા અને અત્યારે ભાજપના રાજમાં કેટલા છે.

ચૂંટણીમાં મોંઘવારી બનશે મુદ્દો

આ પણ વાંચો-Gujarat Assembly Election 2022 : ભૂપેન્દ્ર યાદવે ભાજપના કાર્યકર્તાઓને શું માર્ગદર્શન આપ્યું, જાણો...

મોંઘવારીને કાબૂમાં રાખવા ભાજપ નિષ્ફળ નિવડીઃ કોંગ્રેસ - આ સમગ્ર મામલે કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, લોકોમાં મોંઘવારીને લઈ (Inflation Issue in Election) આક્રોશ છે. કોઈ કાર્યકર્તાઓ દ્વારા રાત્રિના સમયે અહીં ગેસના બાટલાના પેઈન્ટિંગ દોરવામાં આવ્યા છે. જોકે, તે યોગ્ય છે. કારણ કે, ભાજપ સરકાર મોંઘવારીને કાબૂમાં કરવામાં નિષ્ફળ (Inflation Issue in Election) રહી છે. દિવસે દિવસે વધતી જતી મોંઘવારીમાં સામાન્ય માણસ પિસાઈ રહ્યો છે અને કોંગ્રેસ આગામી ચૂંટણીમાં (Gujarat Election 2022) મોંઘવારીના મુદ્દે (Inflation Issue in Election) વધુ આક્રમક દેખાવો પણ કરશે.

મોંઘવારીને કાબૂમાં રાખવા ભાજપ નિષ્ફળ નિવડીઃ કોંગ્રેસ

આ પણ વાંચો-AAP Mission 2022: શું ચૂંટણી ખરેખર વહેલી આવશે? સુરતમાં AAP નેતા ઈસુદાન ગઢવીનું ચોંકાવનારું નિવેદન

કોંગ્રેસની માનસિકતા છતી થઈઃ ભાજપ- ભાજપના શહેર પ્રમુખ ડો. વિમલ કગથરાએ પેઈન્ટિંગ વોર મામલે (BJP Congress Painting War in Jamnagar) જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતાની માનસિકતા છતી કરી છે. કારણ કે, કોંગ્રેસ તમામ ક્ષેત્રે નિષ્ફળ રહી છે, જે પણ કોંગ્રેસના કાર્યકર્તાએ આ કૃત્ય કર્યું છે. તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details