ગુજરાત

gujarat

ETV Bharat / city

ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલા દગડું ગણપતિની મૂર્તિ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી બનાવાશે

જામનગરમાં દગડુ ગણપતિ સાર્વજનિક મહોત્સવનું નામ આવે તો જામનગર ઉપરાંત ગુજરાતના લોકો પણ આ મહોત્સવે અંકે કરેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને કારણે જાણે છે. દર વર્ષે કઈક નવું કરવા માટે જાણીતા આ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે.

Dagadu Ganapati in Jamnagar
Dagadu Ganapati in Jamnagar

By

Published : Sep 4, 2021, 5:54 PM IST

  • ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલા દગડું ગણપતિની મૂર્તિ આ વર્ષે બનાવવામાં આવશે ઇકો ફ્રેન્ડલી
  • જામનગરના ફેમસ દગડુ ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવાઈ
  • રસોડાની અંદર જમવાનું બનાવવામાં વપરાતી ચીજોથી તૈયાર કરી મૂર્તિ

જામનગર: શહેરમાં દગડુ ગણપતિ સાર્વજનિક મહોત્સવનું નામ આવે તો જામનગર ઉપરાંત ગુજરાતના લોકો પણ આ મહોત્સવે અંકે કરેલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને કારણે જાણે છે. દર વર્ષે કઈક નવું કરવા માટે જાણીતા આ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન કઈ રીતે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર થઇ રહી છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે, તે રસોડાની અંદર જમવાનું બનાવવામાં વપરાતી સામગ્રી જેવી કે જીરૂ, રાઈ, ધાણા, બાદીયા, તજ, લવીંગ, તમાલપત્ર, લાલ સુકાં મરચા, હળદર, હીંગ તેમજ નમક (મીઠું) વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે.

ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલા દગડું ગણપતિની મૂર્તિ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી બનાવાશે

પાંચ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકૉર્ડ મળ્યું છે સ્થાન

આ વર્ષે પણ એક વિશીષ્ટ પ્રકારનું આયોજન કરીને જંગલી પ્રાણી હાથી ઉપર જે અત્યાચાર થયેલો હતો તેને અનુલક્ષી ને એક વિશીષ્ટ પ્રકારની થીમ લઈને પ્રાણી બચાવવો જેવી એક લોક જાગ્રુતી અર્થે આ આયોજન કરવામાં આવ્યું છે.

ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલા દગડું ગણપતિની મૂર્તિ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી બનાવાશે

ગત વર્ષે કોરોનાની મહામારી હોવાને કારણે સામાન્ય થીમની મૂર્તિ બનાવી હતી

જામનગરના દગડું ગણપતી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પાંચ વખત સ્થાન પામી ચૂક્યા છે અને આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. જોકે ગત વર્ષે કોરોનાની મહામારી હોવાને કારણે સામાન્ય થીમની ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી હતી. આ વર્ષે કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળતાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details