- મુખ્યપ્રધાન અને રાજ્યપાલે યોજ્યો વર્ચ્યુઅલી કાર્યક્રમ
- અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગરથી જોડાયા
- સરપંચથી સાંસદ સુધી જોડાવા આહ્વાન
જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગુજરાતના સ્થાપના દિવસે 'મારું ગામ-કોરોના મુક્ત ગામ' બને તે માટે રાજ્યવ્યાપી અભિયાનનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જામનગર ખાતેથી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યપ્રધાન દ્વારા રાજ્યના દરેક ગામને કોરોના મુક્ત ગામ બનાવવા માટે દરેક ગ્રામ્ય સ્તરે જિલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓની 10 લોકોની કમિટી બનાવી છે. સમગ્ર ગ્રામ્ય સ્તરે શરદી તાવના દર્દીઓની તપાસ અને વધુ સઘન કરવા સૂચન કર્યું હતુ તેમજ સંક્રમિત દર્દીઓને અલગ રાખી, સંક્રમિત દર્દીઓને સારવાર માટે ગ્રામ્યસ્તરે જ વ્યવસ્થાઓનું નિર્માણ કરવા માટે આહ્વાન કર્યું હતું. આ સાથે જ દરેક ગ્રામજન પોતાના વિસ્તારની દેખરેખ રાખે અને વિસ્તારના દર્દીઓ માટે જમવા રહેવાની વ્યવસ્થાઓમાં સહયોગ આપે તો નજીકના ભવિષ્યમાં “દરેક ગામને કોરોના મુક્ત ગામ” બનાવી શકાશે તેમ રાજ્યપાલ અને મુખ્યપ્રધાને આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ Reliance Industries: એક જ સ્થળેથી સૌથી વધુ ઓક્સિજન ઉત્પાદન કરનારી ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની બની
સરપંચથી સાંસદને જોડાવા આહ્વાન