ગુજરાત

gujarat

By

Published : Apr 8, 2021, 3:58 PM IST

ETV Bharat / city

જામનગરના નોડલ અધિકારી નલિન ઉપાધ્યાયને પાંચ દિવસ જામનગર જિલ્લામાં જ રહેવા સરકારનો આદેશ

કોરોનાની મહામારીને લઈને સરકારે તમામ જિલ્લામાં નોડલ અધિકારી તરીકે IAS અધિકારીઓને મૂક્યા છે. આ નોડલ અધિકારી 05 દિવસ સુધી જે તે જિલ્લામાં રહીને જ કોરોના સંક્રમણ અટકાવવાના ઉપાયો કરશે.

નલિન ઉપાધ્યાય
નલિન ઉપાધ્યાય

  • કોરોનાને કાબૂમાં લેવાની સરકારની સૂચના
  • નોડલ અધિકારી 05 દિવસ સુધી ફાળવાયેલા જિલ્લામાં જ રહેશે
  • જે તે જિલ્લામાં રહીને કોરોના કંટ્રોલ કરવાનો કર્યો આદેશ

જામનગર: જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ભયાનક બની ગઇ છે. રેકોર્ડ બ્રેક કેસ અને મોતથી સરકાર પણ કફડી ઉઠતા રાજય સરકાર દ્વારા તમામ જિલ્લામાં નોડલ અધિકારી તરીકે IAS અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. તે તમામ અધિકારીઓને 05 દિવસ સુધી ફાળવાયેલા જિલ્લામાં મૂકામ કરી મહામારીને કન્ટ્રોલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:હાઇકોર્ટના નિર્દેશ બાદ મહત્વનો નિર્ણય, 20 શહેરોમાં રાત્રિના 8 કલાકથી 6 કલાક સુધી કરફ્યૂ

જામનગર જિલ્લામાં મહામારી અટકાવવા આદેશ

પોરબંદર-સોમનાથને બાદ કરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં કોરોનાના કેસમાં બેફામ વધારો થયો છે. તેમાં રાજકોટ, જામનગર, મોરબીમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો છે. જામનગર અને રાજકોટ જિલ્લામાં ડેથ રેસીયો પણ વધી ગયો છે. જયારે મોરબીમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે. સ્થિતિ એટલી બધી ભયાનક બની ગઇ છે કે, હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા નથી. અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં કેસ વધતા સરકાર હરકતમાં આવી છે.

આ પણ વાંચો:રાત્રી કરફ્યૂ પહેલા આણંદ પોલીસે માસ્ક ન પહેરનારા લોકોને ફટકાર્યો દંડ

જામનગર જિલ્લામાં વધી રહ્યા છે કોરોના કેસ

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં કેસ 275થી 300ને પાર થઇ ગયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસમાં 2,032 કેસ અને 89 દર્દીના મોત થતા હડકંપ મચી ગયો છે. આથી સરકારે તાબડતોડ જિલ્લામાં મૂકેલા IAS નોડલ અધિકારીઓએ સતત 05 દિવસ સુધી જિલ્લામાં જ મૂકામ કરી કોરોનાની નાબુદી માટે એક્શન પ્લાન ઘડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. શહેર-જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ, તબીબ, દવા સહિતનની કેવી વ્યવસ્થા છે, તેની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લા માટે રાજય સરકારે ઘણાં સમયથી નોડલ IAS અધિકારી તરીકે જામનગરના પૂર્વ કલેક્ટર નલિન ઉપાઘ્યાયને જવાબદારીઓ સોંપી છે.

ABOUT THE AUTHOR

...view details