- જામનગરમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ
- વિવિધ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન
- શેરદિલ સ્ટેડિયમ દેશ ભકિતના રંગે રંગાયું
જામનગર: પાકિસ્તાન (Pakistan) ને યુદ્ધના રણમેદાનમાં ભારતીય જવાનો દ્વારા માત્ર 13 જ દિવસમાં ધૂળચાટ કરીને તિરંગો લહેરાવ્યો હતો. આ જીતની 50 વર્ષની સ્વર્ણિમ વિજય વર્ષ” તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર (Jamnagar) માં પણ સેનાના જવાનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજય મશાલ લાખોટા તળાવ અને નેવી મથક વાલસુરા બાદમાં શનિવારે આર્મી એરિયામાં ખાતે પહોંચી હતી અને એક તબક્કે દેશભક્તિનું પ્રચંડ મોજુ છવાયેલું હતું.
આ પણ વાંચો: જી.જી. હોસ્પિટલના બોન્ડેડ તેમજ રેસિડેન્ટ તબીબોએ આજે જાહેર કર્યો 'બ્લેક ડે'
સાંસદ પૂનમ માડમ કાર્યક્રમ રહ્યા ઉપસ્થિત
પાકિસ્તાન (Pakistan) ના જ એક ભાગ એવા હાલના બાંગ્લાદેશ (Bangladesh) ના વિસ્તાર પર પાકિસ્તાની આર્મીએ અત્યાચાર શરૂ કર્યા હતો. બાંગ્લાદેશી મહિલાઓ ઉપર એટલાં બધાં બળાત્કાર કરવામાં આવ્યા હતાં કે, જુલ્મ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને મદદ કરવા માટે ભારતીય સૈનાને લીલી ઝંડી આપી હતી. આ સાથે જ ભારતીયની ત્રણેય પાંખ એરફોર્સ, આર્મી અને નેવીએ એવો જબરદસ્ત હુમલો કર્યો હતો કે, 13 દિવસની અંદર જ પાકિસ્તાની સેના ઘુંટણ પર આવી ગઈ હતી અને 92 હજાર પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈના સામે આત્મસમર્પણ કરીને હથિયાર નીચે મૂકી દીધાં હતાં. આ સાથે જ બાંગ્લાદેશનો ઉદય થયો હતો. પાકિસ્તાનથી જુદા પડીને બાંગ્લાદેશની અલગ રચના થઈ હતી અને તેમાં ભારતની મદદ જ મહત્ત્વની બની રહી હતી. જો એ સમયે ભારને બાંગ્લાદેશની મદદ કરી ન હોત તો આજે એક દેશ તરીકે બાગ્લાદેશનું અસ્તિત્વ ન હોત.