- જામનગરની જી જી હોસ્પિટલ ફરી વિવાદમાં
- જી જી હોસ્પિટલ હાલાર પથકની સૌથી મોટી હોસ્પિટલ
- ડિજિટલ એક્સ-રેમાં કાગળની પ્રિન્ટ
જામનગર: જી જી હોસ્પિટલ હાલાર પથકની સૌથી મોટી હોસ્પિટલ છે.અહીં સમગ્ર હાલર પથકમાંથી મોટી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.જો કે એક્સ રે મશીન દ્વારા કે ફોટો પાડવામાં આવી રહ્યા છે. આ ફોટોમાં કાગળનો ઉપયોગ થઈ રહ્યો છે.
કાગળ પર પ્રિન્ટ ઇકો ફ્રેન્ડલી હોવાનું ડોકટર જણાવી રહ્યા છે
જામનગરની જી.જી હોસ્પિટલના ડોક્ટર તેમજ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા અનુસાર એક્સ રે મશીનમાં જે ફોટો પાડવામાં આવી રહ્યો છે. તેમાં કાગળનો ઉપયોગ થાય છે પણ તે ઉપયોગી છે અને એક પ્રકારનું ઇકો ફ્રેન્ડલી છે. જે તે વિભાગના ડોક્ટર્સ કાગળમાં પાડેલા ફોટા પરથી દર્દીઓને શું દુખાવો છે. તેમજ કઈ જગ્યાએ વાગ્યું છે તે સારી રીતે જોઈ શકે છે. જેથી હોસ્પિટલમાં વર્ષોથી એક્સ રે મશીનમાં સાદા કાગળનો ઉપયોગ થઈ રહ્યો છે.