- 400થી વધુ બોન્ડેડ તબીબોએ બે દિવસથી આંદોલન શરૂ કર્યું છે
- ઇમરજન્સી સારવારમાં આવેલા દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહી છે
- મેડિકલ કોલેજની સામે ધરણા પર બેસીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું
જામનગર: સરકારી જી.જી હોસ્પિટલમાં 400થી વધુ બોન્ડેડ તબીબોએ બે દિવસથી આંદોલન શરૂ કર્યું છે અને પોતાની ફરજથી દૂર રહી ધરણા પર બેઠા છે, પરંતુ સરકાર તરફથી કોઇ પ્રત્યુત્તર નહીં મળતા તમામ બોન્ડેડ તબીબો આજે સતત ત્રીજા દિવસે પણ હડતાલ પર ઉતર્યા હતા. તેઓની સાથે રેસિડેન્ટ તબીબો પણ જોડાઈ ગયા હતા, અને 400થી વધુ તબીબોએ આજે મેડિકલ કોલેજની સામે ધરણા પર બેસીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો- તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં તબીબી વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો
જુનિયર તબીબો ફરજ પર ન હોવાથી ભારે દોડધામ થઈ ગઇ
તબીબોની હડતાલને લઈને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલની તમામ કાર્યવાહી પ્રભાવિત થઇ છે અને ભારે દોડધામ થઈ છે. સમગ્ર હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વારા દર્દીઓની સારવારની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે, પરંતુ જુનિયર તબીબો ફરજ પર ન હોવાથી ભારે દોડધામ થઈ ગઇ છે.