ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન યોજાયું, આગામી ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા - AAP to take part in upcoming jamnagar elections

રાજ્યમાં આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીને લઈ સક્રિય બની છે. ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિલ્હીથી આવેલા ઝોન પ્રભારી રવિન્દ્ર કુમાર સહિત પાર્ટીના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન યોજાયું, આગામી ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા
જામનગરમાં આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન યોજાયું, આગામી ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા

By

Published : Nov 23, 2020, 9:46 PM IST

• જામનગરમાં આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન યોજાયું
• આમ આદમીના પાર્ટીના કાર્યકરો રહ્યા ઉપસ્થિત
• આવનારી ચૂંટણીમાં ઝંપલાવશે આમ આદમી પાર્ટી

જામનગરમાં આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન યોજાયું, આગામી ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા
જામનગર: દિલ્હીમાં કેજરીવાલ સરકારની વિવિધ લોક ઉપયોગી કામગીરી અન્ય રાજ્યના લોકો પણ જાણે અને આમ આદમી પાર્ટીમાં વધુમાં વધુ સભ્યો જોડાય તે માટે જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં દિલ્હીથી ઝોન પ્રભારી રવિન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી સમયમાં આમ આદમી પાર્ટી વધુમાં વધુ સક્રિય બને અને ચૂંટણીમાં ઝંપલાવશે તેવી પણ માહિતી આપી હતી. તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકરો વધુમાં વધુ સોશીયલ મીડિયાનો ઉપયોગ કરે અને સંગઠનને વધુ મજબૂત બનાવે સાથે સાથે સભ્ય સંખ્યા પણ વધારે તેવા સૂચનો કર્યા હતા.
જામનગરમાં આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન યોજાયું, આગામી ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા

ABOUT THE AUTHOR

...view details