- 24માંથી 18 બેઠક પર થયો હતો ભાજપનો વિજય
- ભાજપ દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની કરાઈ જાહેરાત
- પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યોનું કરાયું સન્માન
જામનગર: જિલ્લા પંચાયતની પ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જેમાં 24માંથી 18 બેઠક ભાજપને મળી છે, જેના કારણે ભાજપ દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી.
ચૂંટાયેલા ઉમેદવારનું કરાયું સન્માન
જનરલ બોર્ડની બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યો અને દંડકનું સન્માન કરવામાં આવ્યું હતું. જો કે, પ્રથમ જનરલ બોર્ડમાં એક પણ એજન્ડા રાખવામાં આવ્યા ન હતા માત્ર ચુંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જામનગરમાં જનરલ બોર્ડની બેઠક મળી, ટીપી સ્કીમ તેમજ ડિમોલેશન સહિતના મુદ્દે ભારે હોબાળ