જામનગર: રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સમયે ગરીબ પરિવારોને અન્નનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 60 લાખ રેશનકાર્ડધારક પરિવારોના 3 કરોડ 25 લાખ લાભાર્થી પરિવારોને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય હેઠળ સસ્તા અનાજની દુકાન પરથી મફત અનાજ આપવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે.
1 એપ્રિલથી રાશન કાર્ડધારકોને મફત અનાજ આપવામાં આવશે - corona virus lock down
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સમયે ગરીબ પરિવારોને અન્નનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 60 લાખ રેશનકાર્ડધારક પરિવારોના 3 કરોડ 25 લાખ લાભાર્થી પરિવારોને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય હેઠળ સસ્તા અનાજના દરોની દુકાન પરથી મફત અનાજ આપવામાં આવશે.
![1 એપ્રિલથી રાશન કાર્ડધારકોને મફત અનાજ આપવામાં આવશે etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6562090-977-6562090-1585307521047.jpg)
આ ઉપરાંત જિલ્લાના કુલ 44, 180 રેશનકાર્ડ ધારક પરિવારોના 2 લાખ 13 હજાર 754 લાભાર્થીઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21,670 રેશનકાર્ડ ધારક પરિવારોના 94 હજાર 21 લાભાર્થીઓને આ અંતર્ગત સાંકળી લેવામાં આવ્યા છે.
આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી કે, હાલારવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં અન્નનો પુરવઠો છે. લોકો ભીડ એકઠી ના કરે અને જ્યારે સસ્તા અનાજની દુકાનો પર પહોંચે ત્યારે વ્યવસ્થિત અંતરે ઊભા રહી દુકાન પરથી પરિવાર માટે અનાજ પ્રાપ્ત કરે. જેથી કોરોનાના સંક્રમણની સાંકળ પણ આગળ ન વધે અને દરેક પરિવારોને પોતાની જીવનજરૂરી આવશ્યક વસ્તુઓ પણ સરળતાથી પ્રાપ્ત થઇ જાય.