ગુજરાત

gujarat

જામનગરમાં “ધન્વંતરી રથ” આરોગ્ય કેમ્પ દ્વારા લોકોનું નિ:શુલ્ક નિદાન

By

Published : Jun 8, 2020, 7:51 PM IST

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની આઇ.પી.જી.ટી એન્ડ આર.એ હોસ્પિટલ તથા ગુલાબ કુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી જામનગર શહેરના નગરજનોની આરોગ્યલક્ષી સુવિધા અર્થે ધન્વંતરી રથનો સોમવારથી શુભારંભ કરવામાં આવ્યો છે.

Dhanvantari Rath
Dhanvantari


જામનગર : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની આઇ.પી.જી.ટી એન્ડ આર.એ હોસ્પિટલ તથા ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી જામનગર શહેરના નગરજનોની આરોગ્યલક્ષી સુવિધા અર્થે ધન્વંતરી રથનો સોમવારથી શુભારંભ કરવામાં આવ્યો છે. ધનવંતરી રથ દ્વારા જામનગર શહેરના દરેક વોર્ડમાં રહેતા લોકો/દર્દીઓની વોર્ડવાર મુલાકાત લઇ તમામ રોગોની આયુર્વેદિક પદ્ધતિથી આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત હાલમાં ચાલતા કોવિડ-19ની બીમારી સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા અંગે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નિષ્ણાંત તબીબો થકી માર્ગદર્શન પણ આપવામાં આવશે.

ધન્વંતરી રથના માધ્યમથી તમામ લાભાર્થીઓને ઉકાળા તથા દવાઓ પણ કેમ્પમાં વિનામૂલ્યે આપવામાં આવશે. આજે સોમવારથી શરૂ થયેલા ધન્વંતરી આરોગ્ય કેમ્પ વોર્ડ વાઇઝ સવારે 10થી બપોરે 12 કલાક સુધીના સમય દરમિયાન કેમ્પ યોજી જે તે વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપશે. આ આરોગ્ય કેમ્પનો પ્રથમ તબક્કો આજથી 16 જૂન સુધીમાં પૂર્ણ થશે, જેમાં આજે સોમવારે 8 જૂનના રોજ વોર્ડ નંબર 9 અને 10, 9 જૂનના રોજ વોર્ડ નંબર 3 અને 4, 10 જૂનના રોજ વોર્ડ નંબર 5 અને 6, 11 જૂનના રોજ વોર્ડ નંબર 7 અને 8, 12 જૂનના રોજ વોર્ડ નંબર 11 અને 12, 13 જૂનના રોજ વોર્ડ નંબર 13 અને 14, 14 જૂનના રોજ વોર્ડ નંબર 15 અને 16 તેમજ 16 જૂનના રોજ વોર્ડ નંબર 1 અને 2માં ધનવંતરી રથ દ્વારા લોકોને આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવશે.

ધન્વંતરી રથ કેમ્પનો લાભ લેતા રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં પોતાનો વ્યવસાય ધરાવતા ભરતભાઈ વોરા ઘર આંગણે આરોગ્યના નિદાન અને સારવારની સુવિધા મળી તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરે છે. તો સજુબા ગર્લ્સ સ્કૂલ ખાતેના કેમ્પમાં આવેલા વંદનાબેન ટંકારીયાએ આ કપરા સમયમાં સરકાર દ્વારા પોતાના જ વિસ્તારમાં લોકોને આરોગ્ય નિદાન અને ચકાસણીની સુવિધા મળી રહી છે. કોરોના વાઈરસની મહામારી સમયમાં કેમ્પ ખાતે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝેશન દરેક સુવિધા સાથે સંપૂર્ણ સતર્કતાથી કોવિડ-19ને લગતા લક્ષણો હોય તો તે અંગે અને તે સિવાય પણ કોઈપણ શારીરિક તકલીફ માટે નિદાન અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આગામી સમયમાં 16 તારીખે પ્રથમ તબક્કાની પૂર્ણતા બાદ પણ સતત 3 મહિના સુધી વોર્ડવાઇઝ ધનવંતરી રથની આરોગ્ય સેવાઓ કાર્યરત રાખી લોકોને આ કેમ્પ દ્વારા ઘરઆંગણે ઉપચાર ઉપલબ્ધ કરાવવા તંત્ર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે.



ABOUT THE AUTHOR

...view details