- અર્હમ ગ્રુપ દ્વારા ફ્રુટ, છાશ અને મિનરલ વોટરનું વિતરણ
- દર્દીનાં સગાં વ્હાલાઓને તેમજ દર્દીઓને કરવામાં આવી રહ્યું છે વિતરણ
- છેલ્લા કેટલાય દિવસથી દરરોજ કરાય છે વિતરણ
જામનગરઃ રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને આ સેવાભાવી સંસ્થાઓ આ કપરા સમયમાં કોરોનાના દર્દીઓ તેમજ તેના સગા વ્હાલાઓની મદદ કરી રહ્યા છે. જામનગરમાં અર્હમ ગ્રુપ દ્વારા ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દરરોજ ફ્રુટ, પાણી અને છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જામનગરના અર્હમ ગ્રુપનું ઉમદા કાર્ય
જૈન સમાજની સેવાભાવી સંસ્થા દ્વારા છેલ્લા 12 દિવસથી રોજ દર્દીનાં સગાં વ્હાલાઓને તેમજ દર્દીઓને વિનામૂલ્યે ફ્રુટ, છાશ અને મિનરલ વોટરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.