- 3 શખ્સોએ 27 લાખનું ફ્લેકુ ફેરવ્યું
- કોલસા ખરીદ્યા બાદ ચેક થયો રિટર્ન
- વૃદ્ધો ત્રણેય વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
જામનગર: શહેર-જિલ્લામાં બ્રાસપાર્ટ ઉદ્યોગના મોટા પ્રમાણમાં કારખાના હોવાથી કોલસાની સતત માગ રહેતી હોય છે. જેના કારણે કોલસાના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. જામનગરના ઇન્દિરા માર્ગ પર કોલસાનો વ્યવસાય ધરાવતા ત્રિભોવન દામજીભાઈ વૈષ્ણવ સાથે 3 શખ્સોએ 27 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો:નોઈડાની કંપનીએ આણંદમાં ટ્રાન્સપોર્ટ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી
વેપારીને વિશ્વાસમાં લઇ કરાઈ હતી છેતરપિંડી
સંદીપ ગજ્જર, હર્ષિલ દોઢિયા અને નલિન ચૌહાણ નામના આ ત્રણેય શખ્સોએ વૃદ્ધ વેપારીને વિશ્વાસમાં લઈને એક મહિનાના અંતરમાં 27 લાખની છેતરપીંડી આચરી છે. આ ભેજાબાજોએ અગાઉ પણ વેપારી ત્રિભુવનભાઈ સાથે પોતાના અનેક સોદા કર્યા હતા અને તેમાં પણ રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં પોતાની એક કંપની ખોલીને સતત એક મહિના સુધી કોલસાના ઓર્ડર આપ્યા હતા અને રૂપિયા 27 લાખના ચેક વેપારી ત્રિભુવનભાઈને આપ્યા હતા. જોકે, તમામ ચેક રિટર્ન થતા વેપારીએ આખરે ત્રણેય શખ્સો વિરૂદ્ધ જામનગરમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.