ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં દિવાળી પહેલાં ફૂડ ચેકિંગ, મુખવાસ અને મીઠાઈના સેમ્પલ લેવાયા

દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો આવતા મહાનગરપાલિકાની ફૂડ શાખા ચેકિંગ હાથ ધર્યું છે. ખાસ કરીને મુખવાસનો વેપાર કરતાં વેપારીઓને ત્યાં ફૂડ શાખાની ટીમ ત્રાટકી હતી. વર્ષ દરમિયાન તહેવારો ટાણે જ ચેકિંગ કરવા આવતાં ફૂડ શાખાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

જામનગરમાં દિવાળી પહેલાં ફૂડ ચેકિંગ, મુખવાસ અને મીઠાઈના લેવાયા નમૂના
જામનગરમાં દિવાળી પહેલાં ફૂડ ચેકિંગ, મુખવાસ અને મીઠાઈના લેવાયા નમૂના

By

Published : Nov 6, 2020, 7:17 PM IST

• તહેવાર પૂર્વે ફૂડ શાખા હરકતમાં,શહેરમાં 18 જેટલી દુકાનોમાં દરોડા
• મુખવાસ અને મીઠાઈના નમૂના લેવાયા
• તહેવારોમાં વેપારીઓ ભેળસેળયુક્ત માલ પધરાવતા હોવાની આશંકા

જામનગરઃ મુખવાસના નમૂના લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે તો બીજી બાજુ ચેકિંગના નામે કંઇ બીજુ ચાલતું હોવાની ફરિયાદો વેપારીઓમાં ઉઠી રહી છે. દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મનપાની ફૂડ શાખા દ્વારા શહેરમાં મુખવાસ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કામગીરી કરવામાં આવતાં અનેક સવાલો ઉભા થયા છે.ફૂડ શાખાના અધિકારીઓએ ચાંદી બજારમાં આવેલા શિવલાલ જેરામ દાણાવાડા, ગ્રીન માર્કેટ વિસ્તારમાં કોઠારી ડિસ્ટ્રીબ્યુટર દુકાનોમાંથી મુખવાસના નમૂના લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. વર્ષ દરમિયાન તહેવાર પર વિવિધ દુકાનોમાં ચેકિંગ કામગીરી શંકાના દાયરામાં આવી છે. લેબોરેટરીમાં મોકલ્યા બાદ કેટલામાં પાસ કે નાપાસ તેની વિગતો છુપાવવામાં આવતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

તહેવાર પૂર્વે ફૂડ શાખા હરકતમાં,શહેરમાં 18 જેટલી દુકાનોમાં દરોડા
  • ગ્રાહકોને હલકો માલ પધરાવાય છે

જો કે વેપારીઓ પણ તહેવાર પર વધુ નફો કમાઈ લેવા માટે શોર્ટ કટ રસ્તો અપનાવતાં હોય છે અને ગ્રાહકોને હલકો માલ પધરાવી દેતા હોય છે. ખાસ કરીને તહેવારમાં મીઠાઇની તેમ જ ફરસાણ અને મુખવાસ સહિતની વસ્તુમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થતી હોવાનું બહાર આવ્યું છે.

મુખવાસ અને મીઠાઈના નમૂના લેવાયા

ABOUT THE AUTHOR

...view details