જામનગરમાં તહેવાર નિમિત્તે ફૂડ વિભાગના દરોડા, મીઠાઈની દુકાનોમાંથી લેવાયા નમુના - etv bharat
જામનગરઃ હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હોવાથી લોકોને શુદ્ધ અને સારી મીઠાઈ મળી રહે તે માટે છેલ્લા બે દિવસથી જામનગરમાં મીઠાઈની દુકાનો પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરના સેક્શન રોડ પર મીઠાઈની દુકાનો પર નમુના લેવામાં આવ્યા છે.
jamnagar news
ગઈકાલે ફૂડ વિભાગે છ જેટલી મીઠાઈની દુકાનો પર નમૂના લઈ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તહેવારની સિઝન પર અનેક દુકાનોમાં વાસી મીઠાઈ વહેંચતા હોવાની રાવ રાવ ઉઠી છે જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.