- રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ દિવાળીની કરી ઉજવણી
- વૃદ્ધાશ્રમમાં પરિવાર સાથે કરી દિવાળીની ઉજવણી
- દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ બાળકોને આપી ભેટ
જામનગર: રાજયના અન્ન અને પુરવઠા પ્રધાન દર વર્ષે દિવાળીની ઉજવણી દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ઉજવણી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા યથાવત રાખી દિવાળીનો પર્વ દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ઉજવ્યો છે. હકુભા જાડેજા પરિવાર સાથે શહેરમાં આવેલા રણજીતસિંહ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા. અહીં વડીલોને મીઠાઈ આપી ફટાકડા ફોડી દીવાળીની ઉજવણી કરી છે.
હકુભા જાડેજાએ પરિવાર સાથે વૃદ્ધાશ્રમમાં કરી દિવાળીની ઉજવણી
દિવ્યાંગ બાળકો સાથે દિવાળીની ઉજવણી
દિવાળી પર આમ પણ નાના બાળકોમાં વધુ ઉત્સાહ જોવા મળતો હોય છે. તેમાં પણ દિવ્યાંગ બાળકો પરિવારથી દૂર રહેતા હોય છે અને આ બાળકોને દિવાળી પર અન્ન અને પુરવઠા પ્રધાને મીઠાઈ આપી અને ફટાકડા આપી દિવાળીનો ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. જો કે સાવધાની પૂર્વક દિવાળીનો તહેવાર ઉજવવાની આપી સલાહ પણ આપી છે.
રણજીતસિંહ વૃદ્ધાશ્રમમાં દિવાળીની ઉજવણી
રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા દર વર્ષે દિવાળીનો તહેવાર વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધો સાથે ઉજવતા હોય છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો પરિવારથી દૂર હોય છે અને તેમને તહેવાર પરની જરૂર હોય છે, ત્યારે હકુભા જાડેજાએ તમામ વૃદ્ધોને મીઠાઈ તેમજ વિવિધ ભેટો આપી દિવાળીની ઉજવણીમાં સહભાગી કર્યા હતા.