- લશ્કરી અને ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું ગણાય છે જામનગર
- ટૂંક સમયમાં તબક્કાવાર ફલાઇટ શરૂ થશે: નાગરિક ઉડ્ડયન મંત્રી
- ઉડાન યોજના હેઠળ રાજય સરકારની દરખાસ્ત
જામનગર: લાંબા સમય બાદ વિમાની સેવામાં સૌરાષ્ટ્રનું મહત્વ રાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહ્યું છે. રાજકોટને આંતરરાષ્ટ્રીય વિમાની મથકની ભેટ આપીને આગામી સમયમાં સૌરાષ્ટ્રના પાટનગરથી સમગ્ર વિસ્તારને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેવાનો લાભ મળશે. રાજકોટ સાથે દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ જેવી વિમાની સેવાઓ પણ પ્રારંભ થાય છે. તે સાથે હવે લશ્કરી અને ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વના ગણાતા જામનગરને પણ વધુ એક ફ્લાઇટ મળશે.
ઉડાન યોજના હેઠળ રાજય સરકારની દરખાસ્ત આ પણ વાંચો:રાજકોટ એરપોર્ટ ખાતે આવેલ ફ્લાઇટનું વોટરકેનનથી કરાયું સ્વાગત
જામનગરથી દિલ્હી-હૈદરાબાદ વિમાની સેવા શરૂ કરવામાં આવશે
ગુજરાત વિધાનસભામાં આ અંગે જવાબ આપતા રાજય સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્રની જે ઉડાન યોજના છે તેના ત્રીજા તબક્કામાં જામનગરથી ત્રણ રૂટ પર વિમાની સેવાઓ શરૂ કરવા માટેની દરખાસ્ત છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મુંછડીયાના પ્રશ્નના જવાબમાં રાજય સરકારે કહ્યું કે, જામનગરને દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, ગોવા સાથે સાંકળવા માટેનું ઉડાન સ્ટેટ્સ આપી દેવામાં આવ્યું છે. ટુંક સમયમાં આ સેવાઓ તબક્કાવાર શરૂ થશે. રાજયના નાગરિક ઉડ્ડયન પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જામનગરથી ગોવા સહિતની સેવાઓ માટે જોકે અત્યારે કોઇ કવોલીફાય બીડર જાહેર કરવામાં આવી નથી પણ આગામી દિવસોમાં સતાવાર જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો:સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે, રૂપિયા 355 કરોડના ખર્ચે સુરત એરપોર્ટનું વિસ્તરણ કાર્ય શરૂ
ફ્લાઈટ મંજુર કરવામાં આવી છે તે અતિ ઉત્તમ કામ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું કે, દિલ્હી તેમજ હૈદરાબાદની ફ્લાઇટ મળતા જામનગરના વેપારીઓ જેઓ બ્રાસપાર્ટ સાથે સંકળાયેલા છે, તેઓને વેપાર ધંધા છે અન્ય રાજ્યમાં જવું સહેલું થશે, તો બ્રાસપાર્ટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, રાજ્ય સરકારે ખૂબ સારો નિર્ણય કર્યો છે અને જામનગરમાંથી દિલ્હી તેમજ હૈદરાબાદ જવા માટેની ફ્લાઈટ મંજુર કરવામાં આવી છે, તે અતિ ઉત્તમ કામ છે.