- રીક્ષા અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત
- સર્જાયેલા અકસ્માતમાં મજૂરો થયા ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્ત થયેલા મજૂરોને જી. જી. હોસ્પિટલમાં અપાઈ સારવાર
- ઉભેલા ટેન્કર પાછળ રીક્ષા ઘૂસી
જામનગરઃજિલ્લાના લાલપુર તાલુકાના ઝાંખર ગામના પાટીયા પાસે આજે મંગળવારે સવારના સમયે GJ-10-W-242 નંબરની પેસેન્જર રીક્ષા ઉભેલા ટેન્કર પાછળ અથડાઇ હતી. પેસેન્જર રીક્ષા ટેન્કરની પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં લાલાભાઈ ઠાકરશીભાઈ (ઉ.વ.40), ઈસુબ હાસમભાઈ (ઉ.વ.59), સલીમમામદ (ઉ.વ.48), ગુલાબભાઈ રામજીભાઈ ભાનુશાળી (ઉ.વ.60) અને ટપુભા વેલુભા જાડેજા (ઉ.વ.54) નામના પાંચ પ્રવાસીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ પણ વાંચોઃ કાંકરેજના ઉણ ગામ પાસે જીપ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત:એકનું મૃત્યું