ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં દારૂના ધંધાર્થીઓએ મકાનમાલિકને મારી નાખવાના ઈરાદાથી લગાવી આગ - જામનગરના જૂના આવાસમાં લાગી આગ

જામનગરના ધરાનગર- 2માં જૂના આવાસમાં એકાએક રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આવાસના રહીશોએ ફોન દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની મદદથી રહેણાંક મકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે રહેણાંક મકાનમાં રાખવામાં આવેલી બેથી અઢી લાખ રૂપિયાની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.

જામનગરના ધરાનગર-2માં જૂના આવાસમાં લાગી આગ
જામનગરના ધરાનગર-2માં જૂના આવાસમાં લાગી આગ

By

Published : Oct 31, 2020, 5:55 PM IST

  • જામનગરના ધરાનગર-2માં જૂના આવાસમાં લાગી આગ
  • રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ
  • બેથી અઢી લાખ રૂપિયાની ઘરવખરી બળીને ખાખ
  • આગ પર મેળવાયો કાબૂ

    જામનગર: ધરાનગર- 2માં જૂના આવાસમાં રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આવાસના રહીશોએ ફોન દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની મદદથી રહેણાંક મકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે રહેણાંક મકાનમાં રાખવામાં આવેલી બે થી અઢી લાખની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.
    જામનગરના ધરાનગર-2માં જૂના આવાસમાં લાગી આગ

  • જાણો આગ લાગવાનું કારણ

જુના આવાસમાં રહેતા મકાન માલિક ઉમર અંસારીના જણાવ્યા અનુસાર બપોરે છ શખ્સો તેમની પાછળ દોડ્યા હતા અને બાદમાં મકાન માલિક ઘરમાં સંતાઈ ગયો હોવાની આશંકાથી ઘરમાં આગ લગાવી હતી. જો કે મકાન માલિક છત પર છુપાઈ જતા 6 ઈસમો ઘરમાં આગ લગાવીને નાસી ગયા હતા.

• મકાન માલિકે આવાસમાં દેશી દારૂનું વેચાણ કરતા ઈસમો સામે SPને કરી હતી અરજી

જુના આવાસમાં રહેતા ઉમરભાઈ અંસારીએ અમુક ઈસમો સામે જિલ્લા પોલીસવડાને અરજી કરી હતી. જેની અદાવતમાં આગ લગાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ધરાનગર-2માં આવેલા જુના આવાસમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. દેશી દારૂનું વેચાણ કરતા ઈસમો ત્યાં રહેતા લોકોને ધમકાવતા હોવાની વિગતો પણ બહાર આવી છે.

ABOUT THE AUTHOR

...view details