ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરની જી. જી. હૉસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું

જામનગરની જી.જી. હૉસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ શર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે.

fire broke out in hospital
જામનગરની જી જી હૉસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ

By

Published : Aug 25, 2020, 5:14 PM IST

Updated : Aug 25, 2020, 5:41 PM IST

જામનગરઃ શહેરની જી.જી. હૉસ્પિટલના ICU વિભાગમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ICU વિભાગમાં રહેલા 9 દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આગ એટલી ભીષણ હતી કે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આજે મંગળવારે બપોરે 03:30 વાગ્યે અચાનક ભીષણ આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. જો કે ફાયર વિભાગ આવે તે પહેલાં જ આગ વિકરાળ રૂપ ધારણ કર્યું અને ICU વિભાગમાં રહેલા દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

જામનગરની જી જી હૉસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ

આગ લાગતા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ અને હૉસ્પિટલમાં રહેલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ICU વોર્ડમાં રહેલા 9 હદય રોગના દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

રાજ્યમાં આ પહેલા પણ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી.

વાંચોઃ અમદાવાદના નવરંગપુરાની શ્રેય કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગથી 8 દર્દીના મોત

  • અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ખાતે આવેલી શ્રેય હોસ્પિટલ જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. તેમાં 3.15 વાગે રાત્રે આગ લાગતા 8 કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યા છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં હોસ્પિટલના ટ્રસ્ટી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

વાંચોઃ શ્રેય હોસ્પિટલ આગકાંડ મુદ્દે આખરે ટ્રસ્ટી વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોધાયો

  • અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલા એક હોસ્પટિલના કોવિડ સેન્ટમાં આગ લાગી હતી. જેમાં ICUમાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ અંતે ટ્રસ્ટી વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોધાયો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આગ લાગવાની ગોઝારી ઘટના બાદ પણ રાજ્યની ઘણીખરી હોસ્પિટલના સંચાલકો ઉંઘતા જોવા મળી રહ્યા છે. જેને કારણે અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. આગ લાગવાથી ઘણા દર્દીઓના જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા હોસ્પિટલ સામે કડકમાં કડક પગલા લે તે અનિવાર્ય બન્યું છે.

Last Updated : Aug 25, 2020, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details