- ભણતરના ભારથી કંટાળી એક સપ્તાહમાં બે કિશોરીઓએ કરી આત્મહત્યા
- થોડા દિવસ અગાઉ પણ એક યુવતીએ કરી હતી આત્મહત્યા
- બન્ને કિશોરીઓ ધોરણ 10ની વિદ્યાર્થિની હતી
જામનગર: જામનગર શહેરમાં તાજેતરમાં જ શંકર ટેકરી વિસ્તારમાં વસવાટ કરતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની જે અભ્યાસને કારણે તણાવમાં હતી તેણે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આજે વધુ એક વિદ્યાર્થિનીએ અભ્યાસના ભારથી કંટીળી આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે.
આજકાલ અભ્યાસ કરતા તરુણોમાં ભણતરના ભારને લઈને તણાવ વધુ જોવા મળતો હોય છે. તણાવના કારણે કિશોર તથા કિશોરીએ આત્મહત્યા કરી લેતા હોય છે. આવી જ એક ઘટના જામનગર શહેરમાં બની છે. જામનગર શહેરમાં તાજેતરમાં જ શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની જે તણાવમાં રહેતી હતી તેણીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યા બાદ વધુ એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી જિંદગીનો અંત લાવ્યો છે.